GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કારગિલ વૉરમાં દુશ્મનોને ચટાડી ધૂળ, આવી છે ગુંજન સક્સેનાની કહાની

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લના ઘણાં પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યા છે. ફિલ્મમાં તે દેશની પહેલી એરફોર્સ મહિલા ઓફિસર ગુંજન સક્સેનાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, જાહ્નવી કપૂરના પિતાના રોલમાં જોવા મળશે. ફિલ્મ આવતાં વર્ષે 20 માર્ચના રોજ રિલીઝ થશે. પરંતુ ઘણાં ઓછા લોકો જાણે છે કે જે ગુંજન સક્સેના પર આ ફિલ્મ બની રહી છે તે કોણ છે? તેણે દેશ માટે શું કામ કર્યું છે.

પાંચ વર્ષની ઉંમરે ગુંજન પહેલી વાર કોકપિટ જોઈ હતી અને ત્યારે જ નક્કી કર્યું હતું કે તે એક દિવસ દેશ માટે ફાઈટર જેટ ઉડાવશે. ગુંજન સક્સેનાના પિતા અને તેનો ભાઈ પણ સેનામાં હતા. તેણે દિલ્લી યુનિવર્સિટીના હંસરાજ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું હતું.

તે દરમિયાન તેણે મહિલા પાયલોટ માટે એપ્લાય કરી હતી અને એસએસબી પાસ કરીને વાયુસેનામાં દાખલ થઈ ગઈ. તે સમયે મહિલાઓને વોર જોનમાં જવાની પરમિશન નહોતી અને ફાઈટર પ્લેન ઉડાવાની પણ અનુમતિ નહોતી. પરંતુ જ્યારે 1999માં કારગિલ યુદ્ધ થયું તો ગુંજન સક્સેનાએ એવો કારનામુ કરી બતાવ્યો કે કદાચ જ કોઇ મહિલા માટે કરવું અશક્ય હતુ. હકીકતમાં જ્યારે યુદ્ધ થઇ રહ્યું હતું તો વાયુસેનાને પાયલટોની તત્કાલ જરૂર હતી અને ભારતીય વાયુસેનાએ મહિલા પાયલટોને બોલાવી.

તે સમયે સૌથી આગળ ગુંજન સક્સેના હતી. તેણે યુદ્ધ દરમિયાન અનેક ઘાયલ સૈનિકોના જીવ બચાવ્યા અને સૈન્યના શસ્ત્ર સરંજામને સીમા પર લઇ જવાનું કામ કર્યુ. ગુંજન સક્સેનાને સાહસ અને બહાદુરીભર્યા કામ માટે ભારત સરકાર તરફથી શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવી હતી.

ભારતીય વાયુસેનાએ ઓપરેશન સફેદ સાગર દ્વારા ભારતને કારગિલ યુદ્ધમાં વિજયી બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. પાયલટોએ 32 હજાર ફૂટની ઉંચાઇ પરથી ઘુસણખોરો પર હુમલો કર્યો હતો અને તેના પર આગ વરસાવી હતી. આ ઓપરેશન વચ્ચે ગુંજન સક્સેનાએ ઐતિહાસિક કામ કરતાં પોતાના વિમાનથી કારગિલના યુદ્ધ ક્ષેત્રમાં ઉડાન ભરી હતી અને દુશ્મનોને ધૂળ ચટાડી હતી.

Read Also

Related posts

સુરતમાં કોરોનાની વણથંભી રફ્તાર: દરરોજ 200 કેસનો સિલસિલો યથાવત, આ વિસ્તારોમાં સ્થિતિ ગંભીર

Bansari

હવે ઘરેબેઠા સ્માર્ટફોનથી બની જશે Ration Card, આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

Bansari

RBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર, SBI, HDFC, ICICI બેંકમાં હવે કેટલો ભરવો પડશે હપ્તો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!