ઉત્તરાખંડનું સૌથી પ્રખ્યાત પર્યટક સ્થળ ઋષિકેશ ગંગાના કાંઠે વસેલું એક ખૂબ જ સુંદર શહેર છે. શહેરમાં બનેલો પુલ લક્ષ્મણ ઝુલાની બરાબર સમાન બીજો બ્રિજ બનાવવાની યોજના છે. હકીકતમાં, ઋષિકેશની ઓળખ બનેલો લક્ષ્મણ ઝુલાને સુરક્ષાના કારણોસર ગયા વર્ષે જુલાઈમાં બંધ કરાયો હતો. આ પછી, સરકારે તેના વિકલ્પ તરીકે નવા પુલના નિર્માણને મંજૂરી આપી દીધી છે.

લક્ષ્મણ ઝુલો છેલ્લાં 94 વર્ષોથી આ શહેરની ઓળખ બન્યો છે. હવે અહીંયા બીજો બ્રીજ બનાવવામાં આવશે જે કાચનો બનેલો હશે. ફ્લોરની સપાટી પર લાગેલાં ગ્લાસની ઉપર ચાલતા પર્યટકોને લાગશે કે તેઓ નદીની સપાટી પર ચાલે છે. જે જોવામાં બહુજ અદ્દભુત પણ લાગશે.

ઉત્તરાખંડના અધિક મુખ્ય સચિવ ઓમ પ્રકાશે ગુરુવારે જણાવ્યું હતું કે લક્ષ્મણ ઝુલાની સમાંતર બનાવવામાં આવનાર નવા પુલની પહોળાઈ 8 મીટર અને લંબાઈ 132.3 મીટર હશે. તેમાં બે ગ્લાસ ફ્લોર હશે. વચ્ચે અઢી મીટર પહોળો રસ્તો બનાવવામાં આવશે.

આની વિશેષ વાત એ છે કે તેની ઉપર ટુ-વ્હીલર જેવા હળવા વાહનો આરામથી આવી શકશે. ગ્લાસની જાડાઈ સાડા ત્રણ ઇંચની હશે અને તે પ્રતિ ચોરસ મીટર 750 કિલો સહન કરી શકે છે. બ્રિજમાં ઉપયોગમાં લેવાતા લોખંડના થાંભલા અને સળિયા સામાન્ય સામગ્રી કરતા વધુ મજબૂત હશે. આ પુલની લંબાઈ 132.3 મીટર હશે અને બંને બાજુએ સાત ફુટ ઉંચી રેલિંગ હશે.

આ પુલ વિશે કહેવામાં આવ્યું હતું કે તેને એટલો મજબૂત બનાવવામાં આવ્યો છે કે તે ઓછામાં ઓછા 150 વર્ષ સુધી ચાલશે. તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતા લોખંડના થાંભલા અને સળિયા સામાન્ય કરતા અનેક ગણા મજબૂત બનાવવામાં આવશે. ઉપરાંત, જો તેનું યોગ્ય રીતે દેખભાળ કરવામાં આવશે તો તે દોઢસો વર્ષથી વધુ ચાલશે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી