પ્રથમ વન-ડેમાં ભારતની આ 4 ભૂલથી ઓસ્ટ્રેલિયન ટીમ પોતાના મનસૂબામાં સફળ થઇ

સિડનીમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરીને નક્કી કરેલી 50 ઓવરમાં ટીમ ઈન્ડિયા સમક્ષ 5 વિકેટના નુકસાને 289 રનોનુ લક્ષ્ય મૂક્યુ.

જો પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે આ 4 મોટી ભૂલ કરી ના હોત તો ટીમ ઈન્ડિયાએ માત્ર 160 રનના લક્ષ્યનો પીછો કરવો પડ્યો હોત. આવો જાણીએ છીએ શું રહી છે આ મોટી 4 ભૂલો.

ઓસ્ટ્રેલિયાની પ્રથમ અને મેઇન વિકેટ ફક્ત 8 રનના સ્કોર પર જ પડી ગઇ હતી. ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગ જોઇને લાગી રહ્યું હતું કે ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલ આઉટ થઇ જશે.


ભારત તરફથી મોહમ્મદ શમીને છોડીને ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહમદ બંને ફાસ્ટ બોલર મોંઘા સાબિત થયા છે. ભુવનેશ્વરે 6.6ની સરેરાશથી 66 રન અને ખલીલ અહમદે 8 ઓવરમાં 6.9ની સરેરાશથી 55 રન આપ્યાં.

હાલના સમયમાં ભારતની પાસે વિશ્વનો સૌથી ખતરનાક બોલર એટેક છે, તેમ છતાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની વચ્ચે જળવાયેલી ભાગીદારીને તોડવામાં અસમર્થ રહી છે.

છેલ્લી 5 ઓવરમાં ભારતીય બોલરોએ 59 રન આપ્યાં. કેપ્ટન વિરાટ કોહલીએ ફાસ્ટ બોલરોનો યોગ્ય ક્રમમાં ઉપયોગ કર્યો નથી. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા 288 રન બનાવવામં સફળ રહીં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter