GSTV
Home » News » અંતરિક્ષમાં છોડાયેલા હાઇસિસે સૌપ્રથમ તસવીર ગુજરાતની મોકલી, આ છે જાણીતો કિલ્લો

અંતરિક્ષમાં છોડાયેલા હાઇસિસે સૌપ્રથમ તસવીર ગુજરાતની મોકલી, આ છે જાણીતો કિલ્લો

ઇસરો દ્વારા ગઇ 29મી નવેમ્બરના રોજ અંતરિક્ષમાં છોડાયેલા હાઇસિસે (હાઇપર સ્પેક્ટ્રમ ઇમેજીંગ સેટેલાઇટ) સૌપ્રથમ તસવીર મોકલી છે. જેમાં ગુજરાતના લખપતનો વિસ્તાર સ્પષ્ટ દેખાતો હતો. ઇસરોએ પણ જાહેર કર્યું હતું કે એનઆરએસસી હૈદ્રાબાદ ખાતે ઝિલાયેલી આ તસવીર લખપત વિસ્તારની છે અને તેમાં લખપતનો કિલ્લો પણ દર્શાવાયેલો છે. ઇસરોના જણાવ્યાનુસાર, હાઇસિસ દ્વારા મળતી તસવીરો ખેતી, સર્વેલન્સ તથા પર્યાવરણલક્ષી દેખરેખ માટે ઉપયોગમાં લેવાઇ શકે છે. લખપતના કિલ્લાને રજવાડાના સેનાપતિએ બંધાવ્યો હતો. ઇસરોના નવા સેટેલાઇટે સર્વ પ્રથમ તસવીર ગુજરાતની ભારત-પાક બોર્ડર પાસેના લખપતની લીધી

હાઇસિસને 30 બીજા આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોની સાથે પ્રક્ષેપિત કરાયો

​ઇસરોએ કહ્યું કે હાઇસિસમાંથી જે તસવીર મળી છે તેનાથી એજન્સી સંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે કે 29મી નવેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી પીએસએલવી-સી43 રોકેટથી હાઇસિસને 30 બીજા આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોની સાથે પ્રક્ષેપિત કરાયો હતો.
હાઇસિસ 380 કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ છે, જેનાથી પૃથ્વીની સપાટીનો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના દૃશ્ય, ઇન્ફ્રારેડ અને શોર્ટવેવ ઇન્ફ્રારેડ વિસ્તારોમાં નજીકનો અભ્યાસ કરાશે. ISROના મતે રોકેટ લોન્ચિંગના 112 મિનિટ (એક કલાક 52 મિનિટ) પછી મિશન પૂરું થયું હતું

લખપતના કિલ્લાનો ઇતિહાસ

લખપતનો કિલ્લો ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે. જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. 1801માં બંધાવ્યો હતો. લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. 1819ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ હતો. તે કચ્છ ક્રોમબેલ તરીકે જાણીતો હતો. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઊભો છે. કચ્છમાં 1819 અને 2001માં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે “ફતેહ સાગર” નામે ગ્રંથ રચ્યો હતો

  • લખપતનો કિલ્લો ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે
  • જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. 1801માં બંધાવ્યો હતો.
  • લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું
  • ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. 1819ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ હતો
  • તે કચ્છ ક્રોમબેલ તરીકે જાણીતો હતો
  • આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઊભો છે
  • કચ્છમાં 1819 અને 2001માં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ છે
  • આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે “ફતેહ સાગર” નામે ગ્રંથ રચ્યો હતો

હાઈસિસને 230 ટન વજનના રોકેટથી છોડાયો હતો. 44.4 મીટર લાંબા અને 230 ટન વજનના PSLV રોકેટથી હાઈસિસને છોડવામાં આવ્યો હતો. હાઈસિસ સેટેલાઈટનું વજન 380 કિલો

Related posts

દક્ષિણ ભારત બાદ હવે ઉતર ભારતમાં મેઘરાજાની ઈનિંગ શરૂ, ઉતરાખંડમાં આભ ફાટ્યું

Mayur

હરિયાણામાં કોંગ્રેસને હેરાન કરવા ભૂપેન્દ્ર સિંહ બનાવશે નવી પાર્ટી

Mayur

‘હવે જમ્મુ કાશ્મીરને ભૂલી જાઓ અને POK વિશે વાત કરો’ રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!