GSTV
Home » News » વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય મત વિસ્તારમાં મેગા રોડ શો  યોજ્યો હતો. જો કે તે પહેલા તેમણે મહામના મદન મોહન માલવિયાને યાદ કર્યા. નક્કી કાર્યક્રમ મુજબ પીએમ મોદીએ બનારસ હિન્દૂ યુનિવર્સિટી સ્થિત સિંહ દ્વાર ખાતે ભારત રત્ન મહામના મદન મોહન માલવીયાની પ્રતિમા ઉપર ફૂલહાર પહેરાવ્યો. અને તેમને પુષ્પાંજલી અર્પણ કરી.

મદન મોહન માલવિયાને ફૂલહાર અર્પણ કર્યા બાદ બાદ પીએમ મોદીના રોડ શોનો આગાઝ થયો. પાંચ વર્ષમાં પીએમ મોદીનો આ 20મો પ્રવાસ છે. પીએમ મોદીનો રોડ શો લંકાથી શરૂ થઇને અસ્સી, શિવાલા, સોનારપુરા, મદનપુરા અને ગૌદોલિયામાંથી પસાર થયો. લોકોએ ઠેર ઠેર પીએમ મોદીને આવકાર આપ્યો અને પુષ્પવર્ષા કરી. વાહનમાં આરૂઢ થયેલા પીએમ મોદીએ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું. આ રોડ શો જૂના વારાણસીના વિસ્તારોમાંથી પસાર થયો.. જ્યાં મોટી સંખ્યામાં હિંદૂ અને મુસ્લિમો વસવાટ કરે છે.  આ ઉપરાંત અહીં મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા સહિત અન્ય પ્રાંતના લોકો પણ રહે છે.

પીએમ મોદીના કાશી ખાતેના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી. મોટા ભાગનો રોડ શો કેસરીયા રંગે રંગાયેલો જોવા મળ્યો. આ રોડ શોના માર્ગમાં 100થી વધુ સ્વાગત દ્વાર બનાવાયા હતા. દશાશ્વમેઘ ઘાટને ફૂલો અને ભાજપના કેસરીયા ઝંડાથી સજાવી દેવાયો હતો. ઉપરાંત પીએમ મોદીના સ્વાગત અને સજાવટ માટે આશરે 125 ક્વિન્ટર ફૂલ-માળા પૂર્વાંચલના જુદા જુદા જિલ્લાઓમાંથી મંગાવાયા હતા. આ રોડ શોમાં ભાજપે પાંચ લાખથી વધુ લોકો એકત્ર થવાનો દાવો કર્યો.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!