GSTV
Home » News » પહેલા મગફળી અને હવે તુવેર: કૌભાંડ પાછળ મોટા રાજકિય માથા હોવાની ચર્ચા

પહેલા મગફળી અને હવે તુવેર: કૌભાંડ પાછળ મોટા રાજકિય માથા હોવાની ચર્ચા

ગુજરાતમાં પહેલા મસમોટુ મગફળી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારે હવે જુનાગઢ જિલ્લાનાં કેશોદ માર્કેટીંગ યાર્ડમાં તુવેર કૌભાંડ સામે આવ્યું છે. તુવેરદાળનાં મસમોટા કૌભાંડે તકરાર જેવી સ્થિતી સર્જી દીધી છે. રાજ્ય સરકારના પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાએ આ મામલે તપાસ કરીને સંડોવાયેલા લોકો સામે કાર્યવાહીની વાત કરી છે. તો બીજી તરફ નાફેડના દિલિપ સંઘાણી કહે છે કે આ કૌભાંડમાં નાફેડની 1 ટકાની પણ સંડોવણી નથી.

તુવેર દાળને લઇને હાલમાં કૌભાંડની તપાસની સાથે સાથે રાજનીતિ ગરમાઇ ગઇ છે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે આમાં જે કોઈ સંડોવાયેલા હશે તે લોકો સામે કાર્યવાહી થશે. તો રાજ્ય સરકાર તરફથી ડે.સીએમે આ સમગ્ર મામલે પૂરતી માહિતી ન હોવાની વાત કરીને તપાસ શરૂ શરૂ છે કસૂરવારને જેલ હવાલે કરાશે તેવી વાત કરી છે.

lalit-vasoya

આ મુદ્દે ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા રાજ્ય સરકાર સામે ભ્રષ્ટાચારની આંગળી ચિંધી છે. તો કોંગ્રેસના પોરબંદર બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ રાજ્ય સરકાર પર પ્રહાર કરીને સરકાર કૌભાંડીને છાવરી રહી હોવાનો દાવો કર્યો.

હાલમાં આ મામલે સરકારે 85 લાખ રૂપિયાની તુવેર સીઝ કરી છે. યોગ્ય તપાસ થાય તો કેશોદના અનેક રાજકીય નેતાઓના નામ ખુલે તેવી શકયતાઓ છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના પણ નામ ખુલે તેવી શક્યતાઓ છે.

READ ALSO

Related posts

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva

જીએસટીવીના અહેવાલની અસર, રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓ ચાલુ રહેશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!