ક્રિકેટરને થઈ હતી ફાંસીની સજા, પત્ની ધરાવતી હતી અવૈધ સંબંધો, રસપ્રદ છે કેસ

સામાન્ય માણસ હોય કે કોઈ પ્રખ્યાત વ્યક્તિ કાયદો તેના માટે એકસમાન હોય છે. જો કોઈ કાયદા વિરુદ્ધ કામ કરે તો તેને સજા મળે જ છે. આવો જ એક કિસ્સો છે જેમાં એક ક્રિકેટરને ફાંસી આપવામાં આવી હતી. આ ક્રિકેટર હતો લેસ્લી જોર્જ હિલ્ટન. વેસ્ટ ઈંડીઝ ક્રિકેટ ટીમના તેઓ પૂર્વ ખેલાડી હતા. લેસ્લીએ વર્ષ 1935થી 1939 સુધીમાં 6 ટેસ્ટ મેચ રમ્યા હતા. લેસ્લી ટીમના ઝડપી બોલર હતા અને તેમને 17 મે 1955ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

લેસ્લીને ફાંસીની સજા તેની પત્નીની હત્યા કરવા બદલ આપવામાં આવી હતી. લેસ્લીએ પોતાની પત્નીની ક્રૂરતાથી હત્યા કરી હતી. 1935માં લેસ્લી જ્યારે મેચ રમી રહ્યા હતા ત્યારે તેની પત્ની લાર્લીન સાથે તેની મુલાકાત થઈ અને તેણે તેની સાથે લવ મેરેજ કર્યા. લગ્નના પાંચ વર્ષ સુધી બધું જ બરાબર ચાલ્યું ત્યારબાદ બંને વચ્ચે સમસ્યાઓ વધી ગઈ. લાર્લીન કપડાનો વેપાર કરતી અને તેના માટે તેને અવારનવાર ન્યૂયોર્ક જવાનું થતું. 

આ સમય દરમિયાન લેસ્લીને એક પત્ર મળ્યો જેમાં તેના પત્નીના અવૈધ સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્ર વાંચી લેસ્લી ભડકી ગયો અને તેની પત્નીને ન્યૂયોર્કથી પરત બોલાવી. લેસ્લીએ પોતાની વાત સાબિત કરવા પોસ્ટઓફિસમાંથી એ પત્રો પણ કઢાવ્યા જે લાર્લીન માટે લખવામાં આવ્યા હતા. આ પુરાવા બાદ લાર્લીનએ પ્રેમ સંબંધવાળી વાત સ્વીકારી અને રોષે ભરાયેલા લેસ્લીએ પોતાની બંદૂકની સાત ગોળી લાર્લીનને ધરબી દીધી. 

લાર્લીનનું મોત ઘટનાસ્થળે જ નીપજ્યું અને આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો. કોર્ટે 20 ઓક્ટોબર 1954ના રોજ લેસ્લીને પત્નીની હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી અને 1955ના વર્ષમાં 17 મેના રોજ લેસ્લીને ફાંસી આપવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter