કોરોનાના વધતા જતા કેસની વચ્ચે આજ શહેરમાં કોરોનાથી સંક્રમિત ૫૧ વર્ષની મહિલાનું મોત થયું છે. દાંડિયાબજાર વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં એકલી રહેતી મહિલાના અંતિમ સંસ્કાર કોવિડ પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવ્યાં હતાં. શહેરમાં છેલ્લાં ચાર મહિનાથી કોરોનામાં કોઇ ડેથ થયું નથી. ત્રીજી લહેરમાં આ પ્રથમ મોત થયું છે. જો કે, આ મહિલાના મોતને કોર્પોરેશનની યાદીમાં સમાવવામાં આવ્યું નથી.કોર્પોરેશનની યાદીમાં હજીપણ કોરોનાથી થયેલા મૃત્યુનો આંક ૬૨૩ જ દર્શાવવામાં આવ્યો છે.

મહિલાના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા નથી
કોરોનાની ત્રીજી લહેરે શહેરને ભરડામાં લેવાનું શરૃ કર્યુ છે. નવા કેસની સંખ્યા રોજ વધતી જાય છે.અને ગઇકાલે એક મહિલાનું મોત પણ થયું છે. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં 51 વર્ષની મહિલા વર્ષોથી શારીરિક રીતે અસ્વસ્થ હતી. છેલ્લાં અઠવાડિયાથી વધારે બીમાર હતી.ગતરાતે સવા નવ વાગ્યે મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. મહિલાને એપાર્ટમેન્ટમાં જ રહેતા યુવકો ઉંચકીને નીચે એમ્બ્યુલન્સ સુધી લાવ્યાં હતાં. ત્યાર બાદ મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જતા હતા. પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેનું મોત થયું છે. મહિલાને ઉઘરસ બહુ વધારે પડતી થતી હાઈ તેમજ કોરોનાના લક્ષણો જણાઇ આવતા તેનો આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રીજી વેવમાં કોરોનાના કારણે આ પ્રથમ મોત છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની ડેડબોડી પેક કરીને આપવામાં આવી હતી અને કોરોનાના પ્રોટોકોલ મુજબ તેના અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યાં હતાં. આ મહિલા એકલી જ રહેતી હતી. તેના લગ્ન થયા ન હોતાં. પરંતુ અત્યાર સુધી કોર્પોરેશનનો સ્ટાફ સેનિટાઇઝિંગ કરવા આવ્યો નથી. આ મહિલાના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા નથી. મહિલાને હોસ્પિટલમાં લઇ જવા માટે આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે પણ માસ્ક પહેર્યા ન હોતાં.

READ ALSO :
- સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન
- શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી
- હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ
- ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ
- Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…