માનવીમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિલીમાં માનવીમાં બર્ડ ફ્લૂનો આ પહેલો કેસ મળી આવ્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે એક 53 વર્ષીય વ્યક્તિને બર્ડ ફ્લૂ થયાની માહિતી મળી છે. આ વ્યક્તિમાં ઈન્ફ્લ્યુએન્ઝાના ગંભીર લક્ષણો દેખાયા હતા પણ આ દર્દી સ્થિર સ્થિતિમાં જણાયો જ નહોતો.
-ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ શરૂ
બર્ડ ફ્લૂના દર્દીની માહિતી મળ્યા બાદ ચિલીની સરકારે તે ચેપગ્રસ્ત કેવી રીતે અને તેના સંપર્કમાં કોણ કોણ આવ્યા છે તેની તપાસ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. ચિલીમાં જંગલી પ્રાણીઓમાં ગત વર્ષના અંતથી H5N1 બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હતા. ઔદ્યોગિક ફાર્મમાં તાજેતરના કેસને કારણે પોલ્ટ્રી નિકાસ અટકાવવી પડી છે.
એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાવાના પુરાવા નહીં
અર્જેન્ટીનામાં પણ ઐદ્યોગિક પોલ્ટ્રી ફાર્મિંગમાં આ ફ્લૂના કેસ સામે આવ્યા છે, પણ પોલ્ટ્રીની દુનિયાનું સૌથી મોટું નિકાસકર્તા બ્રાઝીલ હાલ તેનાથી મુક્ત છે. ચિલીના સ્વાસ્થ્ય અધિકારીઓએ નોંધ્યુ કે વાયરસ પક્ષીઓ કે સમુદ્રી સ્તનધારીઓમાંથી મનુષ્યોમાં સંક્રમિત થઈ શકે છે, પણ એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાવાનો કોઈ કેસ હાલ સામે આવ્યો નથી.
-બર્ડ ફ્લૂ માટે બની રહી છે વેક્સીન
આ વર્ષની શરૂઆતમાં, ઈક્વાડોરે 9 વર્ષની એક બાળકીમાં બર્ડ ફ્લૂના માનવ સંક્રમણના પોતાના પહેલા કેસની પુષ્ટિ કરી હતી. વૈશ્વિક સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું છે કે મનુષ્યો વચ્ચે સંક્રમણનું જોખમ ઓછું છે, પણ વેક્સીન નિર્માતા મનુષ્યો માટે બર્ડ ફ્લૂ શૉટ્સ તૈયાર કરી રહ્યા છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો