ગુજરાતના આંગણે ઉતર્યું એ હેલિકોપ્ટર જેનાથી લાદેન મરાયો હતો, ભારતીય સેનામાં થશે સમાવેશ

અમેરિકી એરસ્પેસ કંપની બોઈંગે રવિવારે ભારતીય વાયુસેના માટે 4 ચિનૂક સૈન્ય હેલિકોપ્ટર ગુજરાતના મુંદ્રા બંદરે ઉતાર્યા. આ હેલિકોપ્ટરોનો વાયુસેનામાં સમાવેશ કર્યા બાદ દેશની વાયુસેનાની તાકાતમાં વધારો થઈ જશે. આ એ જ હેલિકોપ્ટર છે જેને લઈ અમેરિકાએ પાકિસ્તાનના એબ્ટાબાદમાં છૂપાયેલા આતંકી લાદેનને માર્યો હતો.

ભારતીય વાયુસેના અત્યાર સુધી રશિયન બનાવટના MI-17 જેવા મિડિયમ શ્રેણીના હેલિકોપ્ટરોનો ઉપયોગ કરતી હતી. પણ ચિનુકના આવવાથી મજબૂતી મળશે. થોડા સમય પહેલા જ આ હેલિકોપ્ટરોનો કેવી રીતે ઉપયોગ કરવો તેના માટે વાયુસેનાને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ હેલિકોપ્ટરમાં એક જ વારામાં ગોલા, બારૂદ હથિયાર સિવાય 300 સૈનિકો જઈ શકે છે.

હેવીલિફ્ટ ચિનૂક જૂના થઈ ગયેલા MI-26ની જગ્યા લેશે. વાયુસેનાના ચાર પાયલટ અને ચાર એન્જિનીયર અમેરિકાના ડિલેવરમાં ચિનૂક હેલિકોપ્ટર ચલાવવાની ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. આ પ્રકારના CH-4 7F ચિનૂક હેલિકોપ્ટરોને ચંદીગઢ લઈ જવામાં આવશે. જ્યાં તેમનો ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સમાવેશ કરાશે. ચિનૂક બહુઉદ્દેશ્ય, વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ યુદ્ધ દરમ્યાન સામાન્ય સ્થિતિમાં સૈનિકો હથિયારો, ઉપકરણ અને ઈંધણ માટે કરવામાં આવશે.

જ્યારે કોઈ આફત આવશે ત્યારે પણ તેનો ઉપયોગ થઈ શકશે. રાહત સામગ્રી પહોંચાડવામાં તથા મોટી સંખ્યામાં લોકોને બચાવવામાં તેનો ઉપયોગ થઈ શકશે. CH-47 F(I) ચિનૂક એક મલ્ટી મિશન હેલિકોપ્ટર છે. જે ભારતીય સશસ્ત્ર બળોને મજબૂત કરશે. આવા 15 ચિનૂક હેલિકોપ્ટરોનો ભારતીય સેનાએ ઓર્ડર આપ્યો છે.

ભારતે બોઈંગ સાથે 22 અપાચે હેલિકોપ્ટર અને 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદવાની પ્રક્રિયાનો સપ્ટેમ્બર 2015માં અંતિમ રૂપ આપ્યું હતું. લડાકુ અને માનવીય મિશનોથી સજ્જ સ્પેક્ટ્રમમાં અદભૂત સામરિક એરલિફ્ટ ક્ષમતા હોવાથી દુશ્મનો સુધી પહોંચવામાં આસાની પણ રહેશે.

દુનિયાના પહેલા ચિનૂક હેલિકોપ્ટરે 1962માં ઉડાન ભરેલી હતી. જે એક મલ્ટીનેશનલ શ્રેણીનું હેલિકોપ્ટર હતું. ચિનૂક હેલિકોપ્ટર અમેરિકાની સેનામાં ખાસ તાકત ધરાવે છે. અગાઉ વાત કરી તે લાદેન સિવાય ઈરાક અને વિયેટનામ વોરમાં પણ ચિનૂક હાજર હતું. ભારત જે ચિનુક ખરીદી રહ્યું છે તે CH-47 પ્રકારનું છે. આ હેલિકોપ્ટર 9.6 ટન વજન ઉઠાવી શકે છે. જેનાથી ભારી મશીનરી, તોપ અને બખ્તરબંધ ગાડીઓ લાવવા જવા સક્ષમ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter