GSTV
Business

હાયપરટેન્શન દવા વેચવા માટે 3 કંપનીઓ સામે લેવાશે પગલાં

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) ફરજિયાત પૂર્વ સંમતિ લીધા વિના હાયપરટેન્શનની સારવાર કરવાના કોમ્બિનેશન વેચવા માટે ભારતની ત્રણ દવા ઉત્પાદક કંપનીઓ સામે કાનૂની પગલાં ભરી શકે છે.

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડઝ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) દ્વારા હાલમાં ઝાયડસ કેડિલા, એરિસ લાઇફસાયંસીઝ પ્રાયવેટ લિમીટેડ અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમીટેડની પૂછપરછની શરૂઆત કરી છે. 13 ડિસેમ્બરના રોજ મોકલવામાં આવેલી કારણદર્શક નોટિસમાં ડીસીજીઆઇએ આ કંપનીઓને 10 દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે, જો તેમાં નિષ્ફળ જશે તો તેમની ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 અને રુલ્સ 1945ની જોગવાઇઓ હેઠળ કાનૂની પગલાં લેવામાં આવશે ડ્રગ રેગ્યુલેટરે કંપનીઓને માર્કેટમાંથી દવા પાછી ખેંચી લેવાનો અને દસ્તાવેજી પૂરાવા સાથે કેટલો જથ્થો પાછો ખેંચવામાં આવ્યો તેની વિગતો આપવાનો પણ આદેશ આપ્યો છે.

કંપનીઓએ સંમતિ મેળવ્યા વિના નવા ડ્રગ ફોર્મ્યુલેશન બજારમાં મુક્યા હોવાનું જાણમાં આવ્યું છે  જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ કાયદાની અને તેની હેઠળના નિયમોની વિરુદ્ધ છે. કંપનીઓને તેમની રજૂઆત કરવા માટે કહેવામાં આવ્યું છે. જો તેઓ જવાબ આપવાની દરકાર નહી રાખે તો અમે વધુ કંઇ પૂછ્યા વિના કાનૂની પગલાં લઇશું.

નિયમ અનુસાર આ કંપનીઓના લાયસંસ પણ રદ થઇ શકે છે એમ ઘટનાથી પરિચિત એક વ્યક્તિએ જણાવ્યું હતું. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રુલ્સ 1945 અનુસાર નવી દવાઓને જો ડીસીજીઆઇ દ્વારા મંજૂર કરવામાં આવી ન હોય તેને વેચી શકાય નહી.

સીડીએસસીઓએ નવેમ્બરમાં હિટેરો ડ્રગ્સ લિમીટેડની ફરિયાદ મળી હતી તેના કારણે એવું ધ્યાન પર આવ્યું હતું કે એઝીલસાર્ટમ 40 એમજી +ક્લોર્થાલિડોન 25એમજી/12.5 એમજી ટેબલેટ્સનું પૂર્વમંજૂરી વિના વેચાણ થઇ રહ્યું છે.

આ દવાને ફક્ત અમેરિકા અને કેનેડાના બજારમાં મુકવા માટે મંજૂરી આપવામાં આવી હતી. સીડીએસસીઓની ક્લિનીકલ ટ્રાયલ માર્ગદર્શિકા અનુસાર જો પ્રોડક્ટને અન્ય સ્થળે મંજૂરી આપવામાં આવે અને ભારતમાં મંજૂરી અપાય નહી તો, ફેઝ III ક્લિનીકલ ટ્રાયલ્સ અને બાયો ઇક્વેલન્સ અભ્યાસોએ તેની ભારતીય વસ્તીની સુરક્ષા અને ગુણકારકતા પ્રસ્થાપિત કરવાની રહેશે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ મુકવામાં આવ્યો હતો કે પ્રોડક્ટને ફરજિયાત કરવામાં આવતી ટ્રાયલ્સ વિના લોન્ચ કરવામાં આવી હતી.

 

Related posts

LIC Policy Rules : LIC પોલિસી લેવા માટે બદલાયા નિયમ, ભૂલથી પણ ન કરો આ ભૂલ; નહિંતર ડૂબી જશે બધા પૈસા

GSTV Web Desk

ટાટા જૂથની શેરબજારમાં 255 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી લીસ્ટેડ કંપનીઓની સંખ્યા ઘટાડાશે, માલિક ટાટા સન્સ બોર્ડ દ્વારા ધરાશે મોટી કવાયત

HARSHAD PATEL

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk
GSTV