GSTV
Home » News » બલીઠામાં પોલીસ પર લૂંટના આરોપીનું ફાયરિંગ : 2 ઇજાગ્રસ્ત, પોલીસ કાફલો ખડકાયો

બલીઠામાં પોલીસ પર લૂંટના આરોપીનું ફાયરિંગ : 2 ઇજાગ્રસ્ત, પોલીસ કાફલો ખડકાયો

વલસાડના વાપી બલીઠા ખાતે લૂંટના આરોપીને ઝડપી લેવા ગયેલી પોલીસ પર ફાયરિંગ થયું છે.  થોડા મહિના પહેલાં વોન્ટેડ આરોપી રાજુ મરાઠીએ ભડકમોરા ખાતે પોલીસ પર કર્યું હતું. પોલીસ તેની ફાયરિંગ કરવાની કુટેવ અંગે સારી રીતે જાણતી હોવાથી એલર્ટ હતી. આજરોજ રાજુ મરાઠીને પકડવા ગયેલી પોલીસ પર ફરી એક ફાયરિંગ થયું છે. જવાબમાં પોલીસે પણ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું  છે. પોલીસ અને આરોપી વચ્ચે 2 રાઉન્ડ સામ-સામે ફાયરિંગની ઘટના ઘટી છે.

પોલીસને 2 તમંચા મળી 4 જેટલા હથિયારો મળ્યા 

બલિઠા ખાતે  હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો છે. ફાયરિંગમાં 2 વ્યક્તિને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત બંને આરોપી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સમગ્ર ઘટના પર મૌન સેવ્યું છે. આરોપીઓ પાસેથી પોલીસને 2 તમંચા મળી 4 જેટલા હથિયારો મળ્યા છે. આ કેસમાં જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી , સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

 દક્ષિણ ગુજરાતમાં ફાયરિંગ આમ ઘટના બનતી જાય છે. થોડા દિવસો પહેલાં નવસારીના વિરાવળ કસ્બા ગામે દારૂને હેરાફેરી દરમિયાન પોલીસે દરોડો પાડ્યો હતો અને બુટલેગર પર ચારથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ બુટલેગરને સુરત સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. વિરાવળ ગામના શેરડીના ખેતરમાં 20થી 25 કારમાં દમણથી લેવાયેલા વિદેશ દારૂની કાટરિંગ કરતા હતા. ત્યારે વીજીલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. જોકે, ત્યાં રહેલા બુટલેગરો અને તેના સાગરિતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેમજ પોલીસ પર કાર ચડાવીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસે સ્વબચાવ અને બુટલેગરને ઝડપી પાડવા ફાયરિંગ કર્યુ હતુ. જેમાં ભાવેશ રાઠોડ નામના વિરાવર ગામનો શખ્સ ઘાયલ થયો છે. તેના પીઠના ભાગે ગોળી વાગી હતી

Related posts

પશ્ચિમ બંગાળમાં હિંસક દેખાવો યથાવત – પાંચ ખાલી ટ્રેનો સળગાવાઈ

Mayur

રાહુલ ગાંધી હજાર જન્મ લે તો પણ સાવરકર બની શકે નહીં : ભાજપ

Mayur

દેશની હાલત ખરાબ છે, ઘરની બહાર નીકળી આંદોલન કરો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!