GSTV

ભારતની સૌથી ખતરનાક મિસાઈલનું સફળ પરીક્ષણ : 4300 કિલોમીટરની રફ્તારથી ટાર્ગેટ પર કરશે હુમલો, બચવાનો નહીં મળે મોકો

ભારતે પોતાની સૌથી ખતરનાક બ્રહ્મોસ સુપર સોનિકક્રૂઝ મિસાઈલનું લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું છે. આ મિસાઈલનુ પિરક્ષણ 24 નવેમ્બર એટલે કે આજે સવારે 10 કલાકે અંડમાન અને નિકોબાર દ્રિપ સમુહના એક અજ્ઞાત દ્રીપ પર કરવામાં આવ્યું છે. આ મિસાઈલથી અન્ય વિરાન દ્રીપ પર લગાવવામાં આવેલા ટાર્ગેટને દ્વંવ્સ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મિસાઈલે નિયત સમયમાં પોતાના ટારગેટને નેસ્તોનાબૂદ કરી દીધો હતો.

મિસાઈલે નિયત સમયમાં પોતાના ટારગેટને નેસ્તોનાબૂદ કરી દીધો હ

સોશિયલ મીડિયા પર ભારતીય રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન(DRDO) ને શુભેચ્છા પ્રાપ્ત થઈ રહી છે. લોકો RDOના રક્ષા વૈજ્ઞાનિકોને આ સફળતાની બહોળા પ્રમાણમાં પ્રશંસા કરી રહ્યા છે. નોંધનીય છે કે ચીન સાથે છેલ્લા 8-9 મહિનાથી સીમા વિવાદ અને તણાવ વચ્ચે ભારતે છેલ્લા ઘણા દિવસોથી મિસાઈલો, ટોરપીડો, એન્ટી મિસાઈલ સિસ્ટમ સહિત ઘણા ઘાતક શસ્ત્રોનું સફળ પરિક્ષણ કર્યું છે. આજે થયેલા મિસાઈલ પરિક્ષણનો મુખ્ય હેતું મિસાઈલ રેન્જ વધારવાનો છે. જમીન પરથી જમીન પર વાર કરનારી આ ઘાતક મિસાઈલની રેન્જમાં વધારો કરવામાં આવ્યો છે. અને રેન્જ 4000 કિમી કરવામાં આવી છે.

ઘાતક મિસાઈલની રેન્જમાં વધારો કરવામાં આવ્યો

બ્રહ્મોસ મિસાઈલ 28 ફૂટ લાંબી છે. આ મિસાઈલનું વજન 3000 કિલોગ્રામ છે, જેમાં 200 કિલોગ્રામના પારંપરિક અને પરમાણું હથિયાર લગાવી શકાય છે, આ મિસાઈલ 300 કીમીથી 800 કીમી સુધી દુશ્મન પર અચૂક નિશાન લગાવી શકે છે. આ મિસાઈલ તેની ઘાતક ગતિના કારણે સૌથી ખતરનાક બને છે. આ 4300 કિમી પ્રતિ કલાકની તીવ્ર ગતિઓ હુમલો કરે છે. એટલે કે 1.20 કિમી પ્રતિ સેકન્ડ, આ મિસાઈલ ફાયર થયા પછી દુશ્મનોને બચવા અથવા હુમલો કરવાની તક નથી મળતી.

4300 કિમી પ્રતિ કલાકની તીવ્ર ગતિઓ હુમલો કરે

તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક અહેવાલ પ્રાપ્ત થયા હતા કે જેમાં કહેવામાં આવ્યું હતું કે વિયેતાનામ ભારતની સૌથી ખતરનાક મિસાઇલ ખરીદવા ઈચ્છુંક છે. અત્યાર સુધી, રશિયાની સંમતિ એક અવરોધ હતી, કારણ કે રશિયા અને ભારતે મળીને આ મિસાઇલ બનાવી છે. પરંતુ હવે રશિયાએ આ મિસાઇલ નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે ભારતની આ ભવ્ય મિસાઇલ વિયેતનામમાં તૈનાત થઈ શકાશે.

રશિયા અને ભારતે મળીને આ મિસાઇલ બનાવી

આ મિસાઈલના તૈનાતથી ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં સાવચેત રહેવું પડશે. બ્રહ્મોસની નિકાસ કરવાની પરવાનગી એવા સમયે આવી છે જ્યારે ચીનના પાડોશી દેશ વિયેતનામે ભારતથી આ મિસાઇલ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વિયેતનામ ભારત તરફથી બ્રહ્મોસ અને આકાશ એર ડિફેન્સ મિસાઇલ્સ મેળવવા ઈચ્છે છે. જો કોઈ ડીલ થશે તો વિયેતનામ તેના દેશની સુરક્ષા માટે આ બંને મિસાઇલો તૈનાત કરશે. આનાથી દક્ષિણ ચીન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારમાં ચીનનો ભય ઓછો થશે. તેમજ વિયેતનામ સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

READ ALSO

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!