GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના પડોશી રાજ્યે દિવાળીમાં ફટાકડા ફોડવા પર મૂક્યો પ્રતિબંધ, કરાઈ આટલા દંડની જોગવાઈ

ફટાકડા

Last Updated on November 4, 2020 by Bansari

ભારતમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે, પરંતુ દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસ ન વધે તે માટે આગોતરાં પગલાં લેતાં રાજસ્થાન સરકારે દિવાળીમાં ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તેમજ આ નિયમનો ભંગ કરનાર પર દંડની પણ જોગવાઈ કરી છે. આ આદેશ રાજ્યમાં 31મી ડિસેમ્બર સુધી અમલી રહેશે.

24 કલાકમાં દેશમાં કોરોનાના આટલા કેસ

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 48,868 કેસ નોંધાયા હતા અને વધુ 516નાં મોત નીપજ્યાં હતા જ્યારે કોરોનાના 54,990 દર્દી સાજા થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 83,10,733 થઈ હતી અને મૃત્યુઆંક 1,23,538 થયો હતો જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 76,52,654 દર્દી સાજા થયા હતા તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલી પરથી જણાયું છે.

તહેવારોની મોસમ અને શિયાળાની ઠંડીને પગલે કોરોનાના કેસ વધવાની નિષ્ણાતોની ચેતવણીની અસર દિલ્હીમાં જોવા મળી છે. દિલ્હીમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના વિક્રમી 6,725 નવા કેસ નોંધાયા હતા. નવા કેસ સાધે દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ચાર લાખને પાર થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 6652 થયો છે.

આ રાજ્યોમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ

કોરોના

દિલ્હીમાં મંગળવારે 59,440 સેમ્પલની તપાસ થઈ હતી, જેમાંથી 11.29 ટકા લોકો કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. રાજધાનીમાં કોરોનાના કેસ વધતાં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી. દિલ્હીની જેમ કેરળ, બંગાળ અને મણિપુરમાં પણ કોરોનાના નવા કેસમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જોકે, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે.

કોરોનાના કેસ વધવાના સંદર્ભમાં નિષ્ણાતોની ચેતવણીને ધ્યાનમાં લેતાં રાજસૃથાન સરકારે દિવાળીમાં ફટાકડાના વેચાણ પર રૂ. 10 હજાર અને ફટાકડા ફોડવા પર બે હજાર રૂપિયાનો દંડ લગાવવાની જોગવાઈ કરી છે. કોરોના મહામારીના કારણે આ પગલું લેવાયું છે તેમ ગેહલોત સરકારે કહ્યું હતું. ફટાકડાથી વાતાવરણ કથળે છે અને કોરોનાના દર્દીઓ પર જોખમ વધે છે.

ફટાકડાના ધૂમાડાથી કોરોનાના દર્દીઓને હૃદય અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. રાજ્યમાં ‘નો માસ્ક-નો એન્ટ્રી’ તથા ‘શુદ્ધ હવા માટેના અભિયાન’ હેઠળ આ નિર્ણય લેવાયો છે. રાજસૃથાનમાં કોરોનાના બે લાખથી વધુ કેસ નોંધાયા છે અને 1,936નાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોનાના 1,73,384 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 44,248 થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આર્થિક અસમાનતા: ગરીબ અને તવંગર વચ્ચે ખાઈ વધશે, કોરોનાકાળમાં જ્યાં અમુકને ખાવાના પણ ફાંફા છે, ત્યાં અમુક ભારતીયોની સંપત્તિમાં થયો વધારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!