GSTV

આગ લાગી ત્યાં સુધી શ્રેય હોસ્પિટલ કોવિડ હોવાની પોલીસને ન હતી જાણ, લોડ વધી જતા ધડાકા સાથે થયું શોર્ટ સર્કિટ

શ્રેય હોસ્પિટલમાં બુધવાર મધ્યરાત્રીએ 8 કોરોનાના દર્દીઓનાં કરૂણ મોત નિપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલમાં બુધવારે મોડી રાતે આઇસીયું વોર્ડમાં લોડ વધી જતા ધડાકા સાથે મેઇમ સ્વીચ ટ્રીપ થઇ ગઇ હતી અને અચાનક આગ ભભૂકી ઉઠી હતી ત્યારબાદ આઇસીયુ વોર્ડ આગની ઝપેટમાં આવી ગયો હોવાનું પોલીસ અને ફાયર બ્રિગેડ તથા એફએલની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આગ લાગી ત્યાં સુધી શ્રેય હોસ્પિટલ કોવિડ હોવાની પોલીસેને જાણ ન હતી

શ્રેય હોસ્પિટલમાં બુધવારે રાતે આગની ઘટનાનો મેસેજ મળતાં પોલીસે કાફલો દોડી ગયો હતા જો કે ત્યાં પહોચ્યા બાદ ે શ્રેય હોસ્પિટલ કોવિડ-૧૯ હોવાની ખબર પડી હતી જેથી પોલીસ પણ એક સમયે તો હોસ્પિટલમાં જતાં પહેલા ડરતી હતી. પોલીસે ત્યાં જઇને જોયું તો આખી હોસ્પિટલમાં ઘૂમાડો છવાઇ ગયો હતો ફાયર બ્રિગેડે બારીના કાટ તોડયા બાદ પોલીસે આઇસીયુ વોર્ડની સામે જનરલ વોર્ડમાં સારવાર લઇ ગયેલા ૪૧ દર્દીઓને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દુર્ઘટનાની હોસ્પિટલ દ્વારા દર્દીના સગાને જાણ ન કરાતાં પોલીસે સાથે ઘર્ષણ

શ્રેય હોસ્પિટલમાં બુધવારે રાતે આગની ઘટનામાં કોરોનાના દર્દી સપડાયા હતા. આ બનાવની જાણ દર્દીના સગાઓને હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ કરવામાં આવી ન હોવાથી સવારે દર્દીના સગાઓએ હોસ્પિટલ સામે આકોષ વ્યક્ત કર્યો હતો જેના મુદ્દે દર્દીના સગા અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

ઓક્સિજન માસ્ક કાઢી કાઢતા હોવાથી કોરોનાના દર્દીને બાંધી રાખતાં મોતને ભેટયા

શ્રેય હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા અરવિંદભાઇ ભાવસાર ઓક્સિજન માસ્ક કાઢી કાઢતા હોવાથી તેમને બાંધી રાખ્યા હતા આગની ઘટના બની ત્યારે તેઓ બેડ ઉપર જ મોતને ભેટયા હતા.

READ ALSO

Related posts

સ્કૂલ ફી ભરવાની આ છે છેલ્લી તારીખ : આ ફી તો ન ભરવાનો સરકારે કર્યો છે આદેશ, ટ્યૂશન ફીમાં થયો છે ઘટાડો

Bansari

કામના સમાચાર/ CNG ગેસના ભાવમાં આજથી થશે ઘટાડો, રાજ્યના અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો

pratik shah

મોટી ખબર/ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી થયો છે આ ફેરફાર, ફટાફટ ચેક કરી લો નવી કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!