GSTV

ફાયર સેફ્ટી અમલ મામલે તંત્ર ભારે મૂંઝવણમાં, કન્સલ્ટિંગ દવાખાનાં- હોસ્પિટલોમાં ચોક્કસ નીતિના અભાવે ડૉક્ટરો પણ ત્રસ્ત

અમદાવાદમાં ફાયર સેફ્ટીના અમલ બાબતે  કન્સલ્ટિંગ દવાખાના અને રેગ્યુલર હોસ્પિટલો માટે એકસમાન અને ચોક્કસ નીતિની પુરેપુરી સ્પષ્ટતા ન હોવાથી હાલમાં સી ફોર્મ મેળવવા માટે ડૉક્ટરોએ હેલ્થ અને ફાયર ખાતામાં ધક્કાખાવાની નોબત આવી ગઇ છે. આ અંગેની ચોક્કસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. કાઉન્સિલ ઓફ હોમિયોપેથિક ઓફ મેડિસિનના પ્રમુખ દ્વારા રજૂઆત થતા ચીફ ફાયર ઓફિસરે નાના દવાખાના, ક્લીનીક કે જ્યાં માત્ર દર્દીનું કન્સલ્ટિંગ, ચેકઅપ થતું હોય ત્યાં ફાયર સેફ્ટીની જરૂરીયાત ન હોવાનું જણાવ્યું હતું. જોકે નવાઇની વાત એ છેકે અત્યાર સુધી આ મામલે નોટિસો ફટકારીને અમલ માટે મજબૂર કરાયા હતા. જોકે હાલમા ંપણ ફાયર ઓફિસરો દ્વારા કન્સલ્ટિંગ દવાખાનાઓને નોટિસ ફટકારી ફાયર સુવિધા માટે દબાણ કરાઇ રહ્યું છે.

ફાયર ઓફિસરો દ્વારા કન્સલ્ટિંગ દવાખાનાઓને નોટિસ ફટકારી ફાયર સુવિધા માટે દબાણ

કન્સ્લટિંગ દવાખાનાઓએ ફાયર એનઓસી મેળવવી કે કેમ તે અંગે તંત્ર પોતે અવઢવભરી સ્થિતિમાં હોવાથી ડૉક્ટરો આ બાબતે ચકરાવે ચઢ્યા છે. અડધાને એનઓસી આપી દેવાયું છે અને અમુકને ના પાડી દેવાઇ હોવાનું જાણવા મળે છે. આ અસ્પષ્ટતા  ભરેલી નીતિ વચ્ચે ડૉક્ટરો પિસાઇ રહ્યા છે.

ચોક્કસ નીતિના અભાવે ડૉક્ટરો પણ ત્રસ્ત

શું નિયમ છે, શું પ્રણાલી છે તે જાહેરહિતમાં સ્પષ્ટ કરવાની માંગણી ઉઠી છે.જીડીસીઆર અને સ્ટેટ ફાયર સર્વિસ એક્ટ હેઠળ ફાયર સેફ્ટી બાબતે ચોક્કસ નીતિઓ, સાધનો અને તેની સંખ્યાની સ્પષ્ટતા કરતી નીતિ નક્કી કરાઇ છે છતાં પણ ફાયર ઓફિસરો સહિતના અધિકારીઓની અજ્ઞાાનતાને કારણે હોસ્પિટલ દીઠ અલગ ધોરણ અપનાવવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને કારણે ડૉક્ટર વર્તુળોમાં ભારોભાર અસંતોષ વ્યાપેલો છે.વિપરીત પરિસ્થિતિમાં અમુક ડૉક્ટરો પણ માત્ર ફાયર એનઓસીની ફોર્માલીટી પુરી કરવા માંગતા હોય તે રીતે ગુણવત્તા વગરનો અને ઓછી સંખ્યામાં સિસ્ટમના સાધનો નંખાવીને પતાવટ કરવાનો આગ્રહ રાખતા હોય તેવું જણાઇ આવે છે.

ફાયર એનઓસી કાનૂની રીતે જરૂરી છે તેવી જ રીતે ફાયર સેફ્ટીના સાધનો જીવનરક્ષા માટે આવશ્યક છે આને માટે ડોક્ટરો પોતાને ત્યાં આવતા દર્દીઓ અને તેમની દવાખાનાની મિલકત માટે જરૂરી નિયમ અનુસરતી ધોરાધોરણ મુજબ નિયમ સંખ્યા અને ગુણવત્તાવાળા સાધનો નંખાવે તે જરૂરી બની રહે છે. જેથી કરીને અમદાવાદની શ્રેય હોસ્પિટલ જેવી ગોઝારી દુર્ઘટનાનું  પુનરાવર્તન  ટાળી શકાય. જાણકારોના મતે ગત વર્ષે સરકાર દ્વારા ફાયર સેફ્ટી બાબતે બહાર પાડવામાં આવેલ બે મહત્વના જાહેરનામાની સ્પષ્ટતા કરતી નક્કી થયેલ નીતિ લોકોને કેમ જાહેર કરવામાં નથી આવતી તે અંગે પ્રશ્નો પુછાઇ રહ્યા છે.

નીતિ લોકોને કેમ જાહેર કરવામાં નથી આવતી તે અંગે પ્રશ્નો પુછાઇ રહ્યા છે

નક્કી કરેલી નીતિઓ સરકાર દ્વાર જ જાહેર કરાય તો રાજ્યના ૮ કોર્પોરેશન વિસ્તાર, પાલીકા વિસ્તારમાં ફાયર સેફ્ટી બાબતે પ્રવતતી મસમોટી અસમાનતા, ખાયકીભરી પદ્ધતિ દુર થાય તેમ છે. અમલવારીમાં એકસૂત્રતા, ગુણવત્તા, ફાયરના સાધનોની સંખ્યાના માપદંડો પણ જળવાઇ રહે અને નક્કી કરેલા ધારાધોરણો મુજબ કામગીરી કરવામાં આવે છેકે કેમ તે બાબતે દેખરેખ રાખતું સીધુ નિયંત્રણ પણ કોન્ટ્રાક્ટરો ઉપર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે. એનઓસી મેળવી લેવાની ઉતાવળમાં કોન્ટ્રાક્ટરો નકલી, ઓછી ગુણવત્તાવાળો માલ અને ઓછી-અધુરી સંખ્યામાં ફાયર સેફ્ટીના સાધનો સલામતીના નામે પધરાવવાની પેરવી કરી રહ્યા છે જે વિવાદમાં વધારો કરે છે.

એનઓસી મેળવી લેવાની ઉતાવળમાં કોન્ટ્રાક્ટરો નકલી, ઓછી ગુણવત્તાવાળો માલ અને ઓછી-અધુરી સંખ્યામાં ફાયર સેફ્ટીના સાધનો સલામતીના નામે પધરાવવાની પેરવી

લોરાઇઝ કોમર્શિયલ બિલ્ડિંગમાં અમુક માળ પર હોસ્પિટલ હોય તેમાં હોસ્પિટલના માલિક દ્વારા જરૂરી ફાયર સુવિધા કરી હોય પરંતુ જો અન્ય માળ પર અન્ય ઓફિસોમાં, દુકાનોમાં ફાયરની સુવિધા ન હોય તો આખી બિલ્ડિંગને ફાયર એનઓસી મળતી નથી. આ મામલે  હોસ્પિટલમાં  ફાયરની જરૂરી સુવિધા હોવા છતાંય ફાયર એનઓસી મળતી નથી.

READ ALSO

Related posts

રાજકોટ/ માધાપરમાં ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી છે વંચિત, “વિકાસ ઝંખે માઘાપર”- “વિકાસ નહી તો વોટ નહી” જેવા નારાઓ લગાવ્યા

pratik shah

મોટા સમાચાર/ ચૂંટણી પહેલાં મોદી આવ્યા કોરોના પોઝિટીવ: એઈમ્સમાં કરવા પડ્યા દાખલ, બિહારને લાગશે ઝટકો

Mansi Patel

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!