GSTV

એમેઝોન બાદ કેલિફોર્નિયાના લોસ પડ્રેસ નેશનલ ફોરેસ્ટમાં દાવાનળ

એમેઝોનના જંગલો બાદ હવે કેલિફોર્નિયાના લોસ પડ્રેસ નેશનલ ફોરેસ્ટમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. જંગલના આશરે 17.4 વર્ગ કિમિ ક્ષેત્રમાં આગ ફેલાઈ ચુકી છે અને હવાની ગતી ખૂબ જ તેજ હોવાના કારણે તેને કાબૂમાં લેવામાં ખૂબ મુશ્કેલી અનુભવાઈ રહી છે.

કેલિફોર્નિયાના લોસ પડ્રેસ નેશનલ ફોરેસ્ટમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર ડિપાર્ટમેન્ટના આશરે 600 જેટલા કર્મચારીઓ પ્રયત્નો કરી રહ્યા છે અને આગને હોલવવા માટે હેલિકોપ્ટર્સની મદદ પણ લેવાઈ રહી છે. જાણવા મળ્યા મુજબ સોમવારે લોસ પડ્રેસ નેશનલ ફોરેસ્ટમાં એક વિસ્ફોટ થયો હતો અને ત્યાર બાદ સાંતા બારબરા અને ગોલેટા શહેરો પાસે આશરે 17.4 વર્ગ કિમી(1,740 હેક્ટર) જમીન સળગી ગઈ હતી. ત્યાર બાદ આગે વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભારે પવનના કારણે તેમાં વધારો થયો હતો જેથી આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોએ પોતાનું ઘર છોડી સુરક્ષિત સ્થળે સ્થળાંતરણ કરવું પડયું હતું.

અગ્નિશામક દળના અધિકારીઓે આગને કાબૂમાં લેવા હેલિકોપ્ટર અને ફિક્સ્ડ વિંગ વિમાનોની મદદ લઈ રહ્યા છે અને હવાની ગતિ ઘટશે તો બહુ જલ્દી આગ કાબૂમાં આવી જશે તેવી આશા છે. હાલમાં તે વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા જણાઈ રહી છે અને સાંતા બારબરા કાઉન્ટીના શેરિફે ચાર હજાર જેટલા સ્થાનિકોને તેમના ઘરે પર ફરવાની અનુમતિ આપી હતી. આગ લાગી તે સમયે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો રોકી દેવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!