આગની આ ઘટનાને રાજકોટના મેયર બીનાબહેન આચાર્યએ કુદરતી રીતે લાગેલી આગ ગણાવતા વિવાદ વકર્યો છે. બનાવની જાણ થતા રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય પણ ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ફાયરની એનઓસી છે સાથોસાથ ફાયરસેફ્ટીના તમામ સાધનો હોવા છતાં દુર્ઘટના ઘટી છે.

ફાયરસેફ્ટીના તમામ સાધનો હોવા છતાં દુર્ઘટના ઘટી
હોસ્પિટલમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ ફાયર સેફ્ટીને લઇને સવાલ ઉઠાવ્યા હતા.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં વીતી મધરાતે લાગેલી ભીષણ આગમાં છ દર્દીના કરુણ મોત થયા છે. હોસ્પિટલના બીજા મળો મશીનરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે. આ આગ જોતજોતામાં આખા આઇસીયુ વોર્ડમા પ્રસરી હતી. જેમાં એક પછી એક છ દર્દી જીવતા ભડથુ થયાની કરૂણ ઘટના બની છે. હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ૧૧ દર્દીઓ દાખલ હતા. જેમાંથી છના મોત થયા છે. મૃતકોમાં રામસિંહ ભાઇ.. નીતિનભાઇ બદાણી.. રસિકલાલ અગ્રવાત.. સંજય રાઠોઙ. કેશુ અકબરી અને કિશોરભાઇનો સમાવેશ થાય છે.

મધરાતે અંદાજે સાડા બાર વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડ પહોંચે અને આગને કાબૂમાં લે તે પહેલા આઇસીયુ વોર્ડ ઝપેટમાં આવી ગયો હતો. ફાયર બિગ્રેડે આગ પર નિયંત્રણ તો મેળવ્યુ પરંતુ તે દરમિયાન છ કોરોનાના દર્દીઓના જીવતા ભડથુ થઇ જતા મોત થયા હતા. ઘટનાની જાણ થતા કલેકટર.. પોલીસ કમિશનર સહિતનો કાફલો મધરાતે હોસ્પિટલ પહોંચ્યો હતો. મહત્વનુ છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત