GSTV

અમદાવાદ/ તાઉ-તે વાવાઝોડાને પગલે ફાયર વિભાગ એલર્ટ, તમામ ફાયર જવાનોની રજા રદ

અમદાવાદ

Last Updated on May 17, 2021 by Bansari

અમદાવાદમાં તાઉ તે વાવાઝોડાને પગલે બચાવ કામગીરી માટે ફાયર વિભાગની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે,તમામ ફાયર જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે,ફાયર વિભાગની ચાર ટીમો સ્ટેન્ડબાય રહેશે,ફાયર વિભાગ દ્વારા 100 જેટલી રેસ્ક્યુ બોટ તૈયાર કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ, 24 વૃક્ષો ધરાશાયી

રાજય ઉપર તોળાઈ રહેલા તૌકત વાવાઝોડાની અસર અમદાવાદ શહેરમાં રવિવાર સાંજથી જ જોવા મળી હતી.અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

શહેરમાં ભારે પવનની વચ્ચે વિવિધ વિસ્તારોમાં કુલ મળીને 24 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે.જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે એક વિશાળવૃક્ષ તૂટી પડતા ચાર જેટલી ગાડીઓને નુકસાન થયુ છે.જોકે કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.રવિવારે સાંજે શરૂ થયેલો વરસાદ રાત્રિના સમયે પણ જોર બતાવે એવી સંભાવના જોવા મળી રહી છે.

રવિવારે દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજે છ પછી અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.શહેરના નદી પારના કેટલાક વિસ્તારોમાં તો ધુળની ડમરીઓ ઉડતી હોવાનો રહીશોએ અહેસાસ કર્યો હતો.

અમદાવાદના આ વિસ્તારોમાં વરસાદી માહોલ

વાવાઝોડા પહેલાની આ અસરના કારણે શહેરના અનેક વિસ્તારો વેજલપુર, જીવરાજપાર્ક, નરોડા, ચાંદખેડા, સેટેલાઈટ, ખાડિયા, મણિનગર, નિકોલ ઉપરાંત પશ્ચિમના વિસ્તારો તેમજ સનાથલ,શાંતિપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયુ હતુ.

વરસાદ શરૂ થયો એ અગાઉ ધુળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાના કારણે શહેરમાં અનેક સૃથળોએ વૃક્ષો અને વૃક્ષોના મોટા ડાળખા તુટી પડવાની ઘટનાઓ બનવા પામી હતી.શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે વિશાળવૃક્ષ તુટી પડતા ચાર ગાડીઓ દટાઈ હોવાની ઘટના જોવા લોકો ઉમટી પડયા હતા.

ફાયર કંટ્રોલ પાસે શહેરના જમાલપુર ઉપરાંત બહેરામપુરા અને મણિનગર વિસ્તારમાં વૃક્ષ પડવાની પંદર ફરીયાદો રવિવારે સાંજે 6થી 8માં મળવા પામી હતી. આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં પણ દસ જેટલી વૃક્ષ ધરાશાયી થવાની ફરીયાદો ફાયર અને બગીચા વિભાગને મળવા પામી હતી.

Read Also

Related posts

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari

Insurance policy tax/ આ ખાસ પોલિસી પર મળશે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ! 31 માર્ચ સુધી છે તમારી પાસે સમય

Damini Patel

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!