GSTV
Home » News » દિલ્હી : AIIMSમાં આગ બની બેકાબૂ, NDRFની 2 ટીમો અને ફાયરબ્રિગ્રેડની 45 ગાડીઓ હાજર

દિલ્હી : AIIMSમાં આગ બની બેકાબૂ, NDRFની 2 ટીમો અને ફાયરબ્રિગ્રેડની 45 ગાડીઓ હાજર

દિલ્હીના એઈમ્સમાં લાગેલી આગમાં સાંજે કાબૂ મેળવી લેવાયો હતો. જો કે પાંચમા માળે ભારે ધુમાડો હતો જેને હવા મળતા ફરી આગ લાગી હતી. રાત્રે 10 વાગ્યાની આસપાસ એઈમ્સના પાંચમા માળે ફરી આગ ભભૂકી ઉઠી હતી. પાંચમા માળે આગ લાગતા હોસ્પિટલનો જનરલ વોર્ડ ખાલી કરાયો છે અને દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે. હોસ્પિટલ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આગ પર કાબૂ મેળવવા માટે એનડીઆરએફની 2 ટીમ મોકલવામાં આવી છે.


આ પહેલાં સાંજે ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. એઇમ્સના ટિચિંગ બ્લોકમાં લાગેલી આગ પહેલા અને બીજા માળેથી પ્રસરીને પાંચમા માળ સુધી પહોંચી હતી. જોકે આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની 39 ગાડીઓ અને 150 જેટલાં ફાયરબ્રિગેડના કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની ભયાનકતાને જોતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એઈમ્સનો ઈમરજન્સી વિભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો.. જો કે આ આગમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી.

એઈમ્સના ટિચિંગ બ્લોકમાં આગ લાગી હતી જ્યાં ઓપીડી અને ન્યૂરોલોજી બ્લોક પણ છે. ઓપીડી બ્લોકમાં વધુ દર્દીઓ ન હતી પરંતુ તેની સાથેના બ્લોકમાંથી 13 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા અને 7 દર્દી વેન્ટિલેટર પર હતા જેને શીફ્ટ કરાયા હતા.

જે રીતે એઈમ્સ જેવી મોટી હોસ્પિટલમાં આગ આટલું ભીષણ સ્વરૂપ લઈ લે ત્યાં સુધી કાબૂમાં ન આવે તેનાથી હોસ્પિટલની સુરક્ષા પર સવાલ ખડા થયા છે.

મહત્વની વાત છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી એઈમ્સમાં દાખલ છે. ત્યારે તેમની તબિયત જોવા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહપ્રધાન સહિતના કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય વીવીઆઈપીઓ મુલાકાત લઈ રહ્યાં છે. તેવામાં ત્યાં આગ લાગવાની ઘટના તંત્ર માટે પડકારરૂપ છે.

READ ALSO

Related posts

કોઈ ‘શાહ’ 1950માં કરવામાં આવેલો વાયદો તોડી ન શકે: હિંદી ભાષા વિવાદમાં કમલ હાસને ઝંપલાવ્યું

Bansari

મોદી અને ટ્રમ્પ જે કરવાના છે તે ઈતિહાસમાં પહેલી વખત બનશે

Mayur

રામમંદિર નિર્માણની ઘડી આવી ગઇ, પહેલી ઇંટ મુકવા તૈયાર રહે શિવસૈનિક: ઉદ્ધવ ઠાકરેનો હુંકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!