GSTV

દમણમાં ભારત પ્લાસ્ટિક નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

સંઘ પ્રદેશ દમણના રીગણવાડા ઓઆઈડીસીમાં આગની ઘટના બની છે. અહીં આવેલા ભારત પ્લાસ્ટિક નામની કંપનીમાં લાગી ભીષણ આગ લાગી છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. દમણ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં લાગ્યું છે.

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 66 તાલુકામાં હળવાથી ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 66 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો. આજે સૌથી વધુ ચાર ઈંચ વરસાદ જુનાગઢના વંથલી તાલુકામાં થયો. જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક અઢી ઈંચ વરસાદ થયો. તો ભાવનગરના જેસરમાં પોણા બે ઈંચ વરસાદ થયો. મહેસાણાના સતલાસણમાં દોઢ ઈંચ વરસાદ થયો. તો સુરત શહેરમા પણ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. જ્યારે અમરેલી શહેર અને લીલીયામાં સવા ઈંચ, સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ થયો. તો ગીર ગઢડા, તાપીના વલોદ, ડાંગના આહવામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..

Ali Asgar Devjani

Maruti Suzuki ની Alto થી Brezza કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ અને બોનસ ઑફર

Mansi Patel

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના જીવને છે જોખમ, પાકિસ્તાનથી મળી રહી હત્યાની ધમકીઓ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!