GSTV
Surat Trending ગુજરાત

સુરતમાં કારના શો રૂમમાં ભીષણ આગ ફાટી નીકળી, કારો બળીને ખાખ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં આગના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજ્યની ડાયમંડ સિટીના ઉધના વિસ્તારમાં આજે ગુરૂવારે કારના શો રૂમમાં ભીષણ આગ ફાટી નીકળી છે જેના પગલે અફરા-તફરીનો માહોલ મચી ગયો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે ગુરૂવારે સુરતના ઉધના વિસ્તારના હ્યુન્ડાઇ કંપનીના શો રૂમમાં એકાએક આગ ફાટી નીકળી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરિણામે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હજુ સુધી આગની ઘટનામાં કોઈ કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી પરંતુ ઘણી કારો બળીને ખાખ થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે.

READ ALSO

Related posts

અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા

Kaushal Pancholi

છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ

Padma Patel

Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય

Siddhi Sheth
GSTV