GSTV

વાપી જીઆઈડીસીની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 11 ગાડી ઘટના સ્થળે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો

વાપી જીઆઈડીસીની એક કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં આગ લાગતા અફરાફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં કેમિકલ પ્રોડક્ટ્સ અને જ્વલનશીલ પદાર્થનો સ્ટોક ડ્રમમાં ભરેલો હતો અને તે ડ્રમ ધડાકાભેર ફાટ્યા હતા. જેથી આગે એટલું વિકરાળ રૂપ ધારણ કર્યું કે કાળા ડિબાંગ ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી ફેલાયા હતા.

ઘટનાની જાણ થતા વાપી નગરપાલિકા અને ખાનગી કંપનીના ફાયર ફાયટરોએ આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જેમા કુલ 11 ફાયર ફાઈટરોની ટીમ કામે લાગી હતી. 45થી વધું ગાડીઓ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આગમાં કોઈને જાનહાની નથી થઈ. પરંતુ વિકરાળ આગને કારણે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી કંગના, તેની ઉપર ઇન્ડસ્ટ્રીના 250 કરોડ દાવ પર છે

Mansi Patel

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ

Nilesh Jethva

INS વિરાટ અંતિમ સફર પર નીકળ્યું, રવિવારે રાતે આવી પહોંચશે ગુજરાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!