GSTV

Mumbai Fire / આ VIDEO જોઇ તમને સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદ આવી જશે, જીવ બચાવવા વ્યક્તિએ ન કરવાનું કરી નાખ્યું અને પછી….

Last Updated on October 22, 2021 by Dhruv Brahmbhatt

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં લાલબાગ વિસ્તારની 60 માળની એક ઇમારતમાં ભીષણ આગ લાગી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, આગ એટલી ભીષણ છે કે, તે 17માં માળથી લઇને 25માં માળ સુધી આ આગ ફેલાઇ છે. સાથે જાણવા મળી રહ્યું છે કે, કરી રોડ વિસ્તારમાં સ્થિત આ ઇમારત નિર્માણાધીન છે. આ ઇમારતમાં અનેક મોટા બિઝનેસમેન પણ રહે છે.

આ ઇમારતનું નામ અવિઘ્ના પાર્ક છે. જો કે, હાલમાં મોકા પર ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઇ છે. જો કે તમને જણાવી દઇએ કે આ ભીષણ આગથી બચવા લોકો બિલ્ડિંગની બાલ્કની બહાર લટકી ગયાં. જેનો વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. મેયર કિશોરી પેડનેકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ VIDEO જોઇ તમે હચમચી જશો

બિલ્ડિંગ પરથી પડતું મૂકતા વ્યક્તિનું દર્દનાક મોત

બિલ્ડિંગની અંદર રહે છે અનેક બિઝનેસમેન

હાલમાં હજુ સુધી આગ લાગ્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ બિલ્ડિંગની આસપાસ પણ અન્ય આવાસીય ઇમારતો છે. એવામાં ચિંતાની બાબત એ છે કે, જો આ આગને જલ્દીમાં જલ્દી નહીં બુઝાવવામાં આવે તો ત્યાં ખૂબ મોટું નુકસાન થઇ શકે છે. તમને જણાવી દઇએ કે, આ બિલ્ડિંગની અંદર અનેક ઉદ્યોગપતિઓ પણ રહે છે.

બિલ્ડિંગમાં કેટલાંક લોકો ફસાયેલા હોવાની આશંકા

આ આગ એટલી ભીષણ છે કે, બિલ્ડિંગમાંથી નીકળતો ધુમાડો અનેક કિલોમીટરો સુધી જોઇ શકાય છે. જો કે, બિલ્ડિંગ રહેણાંક છે તો આશંકા સેવાઇ રહી છે કે, બિલ્ડિંગમાં લોકો ફસાયેલા પણ હોઇ શકે છે. 60 માળની આ બિલ્ડિંગમાં આ આગ 19માં માળે લાગી છે. જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો છે.

READ ALSO :

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!