ફાયર બ્રાન્ડ નેતાનાં વેણ, ‘સમાજવાદી પાર્ટીનાં કાર્યકરો માયાવતી પર હુમલો કરી શકે’

લોકસભા ચૂંટણીની રફતાર ધીમે-ધીમે તેજ થઈ રહી છે. આ વખતની ચૂંટણી વિશ્વની સૌથી મોટી રાજકિય પ્રતિસ્પર્ધા બનવા જઈ રહિ છે. ત્યારે ભારતનાં તમામ રાજકિય પક્ષોની નજર ઉત્તર પ્રદેશ પર મંડાયેલી છે. યુપીમાં સૌથી વધારે લોકસભા બેઠકો આવેલી છે. આ વખતે ભાજપને ભરી પીવાની ખેવના સાથે સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટીએ વરસો જુના વેર-ઝેર ભુલીને એક સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેવામાં વધુ એક વિવાદ જન્મ લે તેવાં સમાચાર મળી રહ્યા છે.

કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ માયાવતી પર મોટુ નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ઉમા ભારતીએ જણાંવ્યું છે  સમાજવાદી પાર્ટીનાં કાર્યકરો(સપાઈ) ફરી એક વખત બસપા સુપ્રિમો માયાવતી પર હુમલો કરવાની ફિરાકમાં છે.

કેન્દ્રિય જળસંસાધન અને ગંગા સફાઈ પ્રધાન ઉમા ભારતીએ કહ્યું કે, જ્યારે રેસ્ટ હાઉસમાં માયાવતી પર હુમલો થયો ત્યારે બ્રહ્મ દત્ત દ્વિવેદી ત્યાં હાજર હતાં. હવે તેઓ નથી પરંતુ હું છું. જ્યારે માયાવતી પર કોઈ સંકટ આવે ત્યારે મારો મોબાઈલ નંબર પોતાની પાસે રાખે. તરત જ મને ટેલિફોનીક જાણ કરે. સમાજવાદી પાર્ટીનાં લોકો તેમની પર જરૂર હુમલો કરશે.

શું છે લખનૌ રેસ્ટ હાઉસ કાંડ?

સપા અને બસપા પહેલેથી જ એકબીજાનાં કટ્ટર વિરોધી રહ્યા છે. તારીખ 2-જુન,1995માં લખનૌમાં રાજ્ય અતિથી ગૃહમાં બનેલી ઘટના માયાવતી માટે બ્લેક ડે સમાન છે. ત્યારે રેસ્ટ હાઉસમાં શું થયું હતું તે બધા માટે વણઉકેલ્યો કોયડો છે. જો કે ત્યારે બુદ્ધી વગરનાં ટોળાએ પાઠ ભણાવવાની નેમ સાથે દલિત નેતા માયાવતી પર હિચકારો હુમલો કર્યો હતો. ટોળામાં સામેલ તમામ લોકો સમાજદવાદી પાર્ટીનાં કાર્યકરો હોવાનું સામે આવ્યું હતું.

જો કે હુમલાની ઘટના બનતા જ માયાવતીની ખુદની પાર્ટીનાં કાર્યકરો મેદાન છોડી ઉભી પુંછડીએ ભાગ્યા હતાં. ત્યારે ભાજપનાં એકમાત્ર ધારાસભ્ય બ્રહ્મ દત્ત દ્વિવેદી એ જીવનાં જોખમે માયાવતીને હેમ-ખેમ રેસ્ટ હાઉસમાંથી બહાર કાઢ્યા હતાં. જોકે ત્યાર પછી અનેક વખત માયાવતીએ રેસ્ટ હાઉસ કાંડ મામલે નિવેદન આપ્યું હતું. તે દિવસ મારા માટે કાળા દિવસ તરીકે લખાયેલો હતો. જો બ્રહ્મદત્ત દ્વિવેદી ન હોત તો હું જીવતી ન હોત. માયાવતી બ્રહ્મદત્ત દ્વિવેદીને હંમેશા પોતાનાં મોટા ભાઈ સમાન ગણતી હતી. 

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter