GSTV
Bollywood Entertainment Trending

સારા અલી ખાન અને વરૂણ ધવનની આવનારી આ ફિલ્મના સેટ પર લાગી આગ

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને વરૂણ ધવન હાલામાં પોતાની આવનારી ફિલ્મ ‘કુલી નંબર-1’ની શૂટિંગ કરી રહ્યા છે. ત્યાં જ ફિલ્મ સાથે જોડાયેલી એક ખરાબ ખબર પણ આવી રહી છે. ખબર છે કે શૂટિંગ વખતે ફિલ્મના સેટ પર આગ લાગી ગઈ જ્યાર બાદ ત્યાં નાસભાગ થઈ ગઈ. જોકે આ ઘટનામાં કોઈને જાનહાની નથી થઈ.

ખબરો અનુસાર ફિલ્મની શૂટિંગ ગોરેગાંવના ફિલ્મિસ્તાન સ્ટૂડિયોમાં ચાલી રહી હતી. જ્યારે આ હાદસો થયો તે સમયે 15 લોકો ત્યાં હાજર હતા. ફાયર એલાર્મ વાગતા જ બધાને બહાર કાઢી લેવામાં આવ્યા અને પોલીસ અને ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો. ત્યા બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. જોકે આગ કેવી રીતે લાગી તેની હજુ સુધી જાણ નથી થઈ.

તમને જણાવી દઈએ કે કુલી નંબર 1 વર્ષ 1995માં રિલીઝ થયેલી કુલી નંબર 1ની રિમેક છે. આ ફિલ્મમાં ગોવિંદા અને કરિશ્મા કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સારા અને વરૂણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

વરૂણ ધવન આ પહેલા પણ પાપા ડેવિડ ધવનની સાથે સલમાન ખાનની ફિલ્મ જુડવાના રીમેક જુડવા 2માં કામ કરી ચુક્યો છે. કુલી નં 1ના રિમેકમાં વરૂણ અને સારાની સાથે પરેશ રાવલ, જોની લિવર અને રાજપાલ યાદવ પણ આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 1 મેં 2020એ સ્ક્રીન પર ઘમાલ મચાવશે.

Read Also

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV