GSTV

મોટા સમાચાર: કોરોનાની વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગી ભીષણ આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

પુણે ખાતે આવેલી અને કોરોના વેક્સીન બનાવતી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ટર્મિનલ-1ના ગેટ પર આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજુ જાણવા નથી મળ્યું. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ ઓલવવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રના પૂણેની મંજરી સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાનમાં આગનો બનાવ બન્યો છે. 300 કરોડના ખર્ચે બનેલ આ પ્લાનટ કોરોના વેક્સિન કોવશિલ્ડનું મોટા પાયે પ્રોડ્કશન કરવાની યોજના છે. ગત વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉધ્ધાટન કર્યું હતું, પરંતુ આ પ્લાન્ટમાં હાલ વેક્સિનનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું નથી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણે ખાતે કોરોના વેક્સિન કોવીશીલ્ડ બનાવવામાં આવી રહી છે. જેની, ભારત સહીત દુનિયાના અનેક દેશોમાં મોકલવામાં આવી રહી છે.

જાણવા મળી રહ્યું છે પુણેના મંજરી સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ પ્લાન્ટમાં કોરોના વેક્સીન કોવીશીલ્ડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા કરવાની યોજના છે. ગત વર્ષે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ, હાલ આ પ્લાન્ટમાં વેક્સિનનું પ્રોડક્શન શરૂ નથી થયું.

ઘટનાસ્થળ પર 7થી 8 ગાડીઓ પહોંચી છે. જે ફાયટર દ્વારા આગ બૂઝાવવાની કોશિષ કરાઈ રહી છે હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગ લાગવાને કારણે ટર્મિનલમાં કેટલાક લોકો ફસાયા હોવાના પણ સમાચાર છે. જોકે, આ મામલે ઓફિશિયલ કોઈ પણ વિગતો બહાર આવી નથી. દૂરથી જ પ્લાન્ટ પર ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં છે. 5 માળની આ બિલ્ડિંગમાં કોવિશિલ્ડનું પ્રોડક્શન થોડા દિવસો બાદ શરૂ થવાનું હતું.

હાલમાં કોરોના વેક્સિન કોવિશિલ્ડનું પ્રોડક્શન સિરમ ઇન્સ્ટિટ્યૂટના નવા પ્લાન્ટથી લગભગ 2 કિલોમીટર દૂર જૂના પ્લાન્ટથી જ કરાય છે. આ પ્લાન્ટનું નિર્માણ 1996માં કરાયું હતું. અહીં જ કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરાય છે. કોવિશિલ્ડનું મોટાપાયે ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નવા પ્લાન્ટથી જ છે. જેનો કેટલોક હિસ્સો આગની ઝપેટમાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો

pratik shah

મોટા સમાચાર/ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું, ગુજરાતમાં ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી

pratik shah

નગરપાલિકા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી, મોડાસામાં 9 બેઠકો પર જીત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!