GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

અમદાવાદમાં સાકાર-7માં લાગી ભયંકર આગ : એક વ્યક્તિનું કૂદી પડતાં મોત, ફાયરનું રેસ્ક્યું ઓપરેશન

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા એક કોમ્પલેક્સમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ. આશ્રમ રોડ પરના નહેરુબ્રિજ પાસે આવેલા સાકાર-7 કોમ્પ્લેક્સમાં બપોરના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠી છે. જેના કારણે લોકોએ આગથી બચવા નાસભાગ કરી મુકી. આગથી બચવા એક વ્યક્તિએ ઇમારત પરથી પડતું મુકતા તેનું કરુણ મોત નિપજ્યું.

ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

બીજી તરફ મામલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તેમણે આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી. ફાયર બ્રિગેડના જવાનોએ હાઇડ્રોલિક સીડીની મદદથી ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. કોમ્પ્લેક્સના ભોંયરામાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે.

  • આશ્રમ રોડ પર સાકાર 7માં લાગી આગ
  • વાયરિંગમાં આગ લાગી હોવાનુ અનુમાન
  • ફાયરવિભાગની ગાડી ઘટનાસ્થળ પર જવા રવાના
  • ઈલેક્ટ્રીક વાયરિંગમાં આગ લાગી હોવાનુ અનુમાન

અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલા સાકાર-7ના ભોયરામાં આગ લાગી છે. એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. ફાયર વિભાગની 3 ગાડીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે. કોમ્પલેક્સના બીજા માળે પણ કેટલાક લોકો ફસાયા હોવાની સંભાવના છે.

એક વ્યક્તિનું જાન બચાવવા કૂદી પડતાં મોત નીપજ્યું

કોમ્પલેક્સના બીજા અને ચોથા માળે કેટલાક લોકો ફસાયા છે. જેમને હાઈડ્રોલિક ક્રેઇન દ્વારા બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એક વ્યક્તિનું જાન બચાવવા કૂદી પડતાં મોત નીપજ્યું છે. ફાયર વિભાગ દ્વારા હાલમાં રેસક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાના અહેવાલો છે.

શિવરંજની પાસે અક્ષત ટાવરમાં આગ લાગી હતી

આ ઉપરાંત અમદાવાદના શિવરંજની પાસે અક્ષત ટાવરમાં આગ લાગી હતી. આઇટી ઓફિસના સર્વરમાં લાગી લાગી હતી. આગ લાગતા જ 2 ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની થઇ નહોતી.

READ ALSO

Related posts

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે કરી અટકાયત

Nilesh Jethva

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!