GSTV

પાકિસ્તાની નેતાઓની કરતૂત: ચાલૂ ડિબેટે ટીવીમાં ગાળાગાળી પર ઉતરી આવ્યા, સાંસદને પણ લાફો વળગાળી દીધો

Last Updated on June 10, 2021 by Pravin Makwana

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન મોટે ભાગે પોતાની ટિખળવૃતિ અને ઉટપટાંગ હરકતોના કારણે વિવાદોમાં ફસાયેલા રહેતા હોય છે. તેમની પાર્ટીના નેતા પણ પીએમની માફક વિવાદોમાં રહેવાની જાણે આદત પડી હોય. આ જ ક્રમમાં હવે નેતા ડોક્ટર ફિરદૌસ આશિક અવાને પણ કંઈક નવાજૂની કરી છે. જેના કારણે તેમનો ફજેતો થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો, ફિરદૌસ આશિક અવાન એક ટીવી શોમાં રેકોર્ડિંગ દરમિયાન એક પાકિસ્તાની સાંસદને લાફો વળગાળી દીધો હતો. કહેવાય છે કે, થપ્પડ ખાનાર સાંસદ બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીના કાદિર મંડોખેલ હતા.

આ સાંસદને થપ્પડ મારતો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને નેતા એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે. જેને લઈને અવાન ભડકી ગયા હતા અને સાંસદને લાફો મારી દીધો હતો. ડિબેટમાં પિત્તો જતાં કાદિર મંડોખેલે સાંસદને ગાળો પણ ભાંડે અને કોલર પકડે છે. આ હાથાપાઈ દરમિયાન સાંસદ મંડોખેલને અવાને થપ્પડ પણ મારી દીધી.

READ ALSO

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!