GSTV
India News Trending

જે ના બોલે જય શ્રી રામ ગીત પર વિવાદ, યૂપી પોલીસે સિંગરને કર્યો એરેસ્ટ

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વિવાદિત ગીતને લઈને યૂપી પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સિંગર ઉપાધ્યાયની વિરૂદ્ધ લખનઉના હજરતગંજ પોલીસ થાનામાં કેસ નોધવામાં આવ્યો છે. વરૂણ ઉપાધ્યાયને એરેસ્ટ કરવામાં આવ્યો છે. વરૂણના એક ગીત, જે ના બોલે જયશ્રી રામ તેને મોકલો કબ્રિસ્તાન પર વિવાદ ઉભો થયા પછી પોલીસે કેસ નોંધ્યો છે. આરોપી ગાયકને ગોંડાથી લખનઉ લાવવામાં આવ્યો છે.

મળતી જાણકારી પ્રમાણે વરૂણને ગોંડાના મનકાપુર પોલીસ સ્ટેશનના બંદરહા ગામ જઈને લખનઉ પોલીસે રાત્રે 3 વાગ્યે એરેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ગીત વિરૂદ્ધ દિલ્હી સાથે કેટલાંય શહેરોમાં એફઆઈઆર નોંધવામાં આવી હોય તેવી જાણકારી મળી હતી. આ ગીત પર લોકોએ પોતાના અલગ અલગ રિએક્શન આપ્યા હતા જુઓ આ રિએક્શન…

વરૂણે જણાવ્યું કે તે લખનઉથી સંગીતમાં વિરશાદની શિક્ષા લઈ ચુંક્યા છે. તે છેલ્લા 12 વર્ષથી ગીત ગાઈને પત્ની, બે બેટીઓ સાથે પરિવારનું પેટ પાળે છે. વરૂણે પોતાને ગરીબ ઘરનો જણાવતા તેમને છોડી દેવામાં આવે. આ ગીત તેના મિત્ર સંતોષ યાદવે લખ્યું છે. જ્યારે તે લખનઉની મ્યૂઝિક કંપની જનતા મ્યૂઝિકના સ્ટૂડિયો પર ગયા તો ત્યાં મોકલી દો પાકિસ્તાનની જગ્યાએ મોકલી દો કબ્રિસ્તાન કરી દીધુ હતુ.

વરૂણે જણાવ્યું હતુ કે ગીતમાં મેં કોઈ જાતી, ધર્મ કે મુલ્કનું નામ નથી લીધુ તેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચવાનો સવાલ જ નથી ઉઠતો. જો હું કોઈ જાતિ કે ધર્મને નિશાનો બનાવત તો હું દોષી હોત. આ ગીત ભાવનામાં આવીને ગાવામાં આવ્યું છે હવે તેમને તેમની ભુલનો અહેસાસ થઈ રહ્યો છે. આ ઘટનાને અહીં ખતમ કરી દેવી જોઈએ.

READ ALSO

Related posts

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan

ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું

Rajat Sultan

શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ

Drashti Joshi
GSTV