GSTV
Home » News » મુકેશ અંબાણીએ જે કોંગી નેતાનું સમર્થન કર્યુ હતુ તેમના પર ફાટી FIR, લાગ્યો આ આરોપ

મુકેશ અંબાણીએ જે કોંગી નેતાનું સમર્થન કર્યુ હતુ તેમના પર ફાટી FIR, લાગ્યો આ આરોપ

Milind Deora FIR

દક્ષિણ મુંબઈથી કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાની સામે FIR નોંધવામાં આવી છે. મિલિંદ દેવડા પર ધર્મના આધારે વોટ માંગવાનો આરોપ લાગ્યો છે. FIRમાં લખ્યુ છેકે, મિલિંદ દેવડાએ બીજી એપ્રિલે દક્ષિણ મુંબઈમાં પ્રચાર દરમ્યાન કહ્યુ હતુકે, શિવસેનાએ પર્યુષણ દરમ્યાન જૈન દેરાસરોની સામે નોનવેજ બનાવીને શાકાહારનો વિરોધ કર્યો હતો. એટલે જૈન સમુદાય તેમને ઈલેક્શનમાં પાઠ ભણાવે. મિલિંદ દેવડાની સામે IPC ધારા 171,125 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, મિલિંદ દેવડા મુંબઈ કોંગ્રેસનાં અધ્યક્ષ પણ છે. તેમને આ પદ હાલમાં જ સામાન્ય ચૂંટણી પહેલા જ આપવામાં આવ્યુ છે. કોંગ્રેસની મુંબઈ ઓફિસના અધ્યક્ષ સંજય નિરૂપમને તેના પદ પરથી હટાવીને તેમની જગ્યાએ પૂર્વ કેન્દ્રિય મંત્રી મિલિંદ દેવડાને મુંબઈમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે.

મુકેશ અંબાણી કોંગ્રેસનાં ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કરી રહ્યા

એક તરફ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન અનિલ અંબાણી પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે તેમના જ મોટા ભાઈ મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈનાં કોંગ્રેસનાં ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કરી રહ્યા છે. મિલિંદ દેવડાએ કારોબારીઓ અને અધિકારીયોનાં સમર્થન સાથે જોડાયેલો વિડિયો શેર કર્યો હતો. જેમાં નાના કારોબારીઓ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને કોટક મહિન્દ્રા બેંકનાં એમડી ઉદય કોટક પણ દેવડાને સમર્થન આપતા જોવા મળ્યા હતા.

બહુ ઓછુ જોવા મળ્યુ છે કે મુકેશ અંબાણીએ ખુલીને કોઈ ઉમેદવારનું સમર્થન કર્યુ હોય. ટ્વિટર પર મૂકાયેલાં વિડિયોમાં મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે મિલિંદ દક્ષિણ મુંબઈ માટે જ છે. તેમણે 10 વર્ષ સુધી દક્ષિણ મુંબઈને રિપ્રેઝેન્ટ કર્યુ છે. મિલિંદને દક્ષિણ મુંબઈના સામાજીક- આર્થિક અને સાંસકૃતિક ઈકો સિસ્ટમની સારી સમજ છે. નાના અને મોટા બંને બિઝનેસ અહી વિકસી રહ્યા છે. જેના દ્વારા પ્રતિભાવાન યુવાઓ માટે રોજગારની તકો વધી શકે છે.

જ્યારે ઉદય કોટકે કહ્યુ હતુ કે મિલિંદ દરેક વસ્તુને સમજે છે અને દરેક મુંબઈકર સાથે જોડાયેલાં છે. મિલિંદે ટ્વિટર પર પોતાના વિડિયોમાં લખ્યુ હતુ કે નાના દુકાનદારોથી લઈને ઉદ્યોગપતિઓ સુધી દરેક માટે દક્ષિણ મુંબઈનો મતલબ છે બિઝનેસ. આપણો દક્ષિણ મુંબઈમાં બિઝનેસને પાછો લાવવો પડશે અને યુવાઓ માટે રોજગારીની તકો ઉભી કરવી પ્રાથમિકતા રહેશે.

Read Also

Related posts

દિલ્હી પોલીસના સ્પેશિય સેલે શ્રીનગરથી જૈશના આતંકી બશીર અહમદની કરી ધરપકડ

Arohi

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

Arohi

SBIએ નિયમોનું ઉલ્લંઘન કરતાં RBIએ ફટકાર્યો 7 કરોડ રૂપિયાનો દંડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!