GSTV

તાહિર હુસેન સામે દાખલ કરવામાં આવી FIR, હત્યા-અગ્નિદાહ અને હિંસાનો કેસ દાખલ

મોડી રાત્રે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસેન પર હત્યાનો કેસ દાખલ કરાયો. આ સાથે આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી બહાર કરી દીધા. ગુરુવારે દયાલપુર પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હાજી તાહિર હુસેન વિરુદ્ધ હત્યા, અગ્નિદાહ અને હિંસાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આઈબી જવાન અંકિત શર્માની હત્યા કર્યા બાદ અંકિતના પરિવારે તાહિર પર તેની હત્યા કરનો આરોપ લગાવ્યો હતો.

પોતાના પરના તમામ આક્ષેપો નકાર્યા

જોકે આપ નેતા હુસેને સ્પષ્ટતા કરી છે અને પોતાના પરના તમામ આક્ષેપોને નકાર્યા છે. પાટનગર દિલ્હીના ઉત્તર-પૂર્વ ભાગમાં ત્રણ દિવસની ભારે હિંસા બાદ કાર્યવાહી શરૂ થઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં ત્રાસવાદીઓ સાથે જોવા મળેલા આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસેન પર ગુરુવારે સાંજે પોલીસે પકડ વધુ કડક કરી દીધી હતી. તેમની ફેક્ટરીને પહેલા સીલ કરી દેવામાં આવી હતી, જોકે તેના ઘરમાંથી પેટ્રોલ બોમ્બ, દારૂગોળો અને સ્લિંગ્શોટ મળી આવ્યા હતા.

વીડિયો વાયરલ થયા બાદ તાહિર હુસેનની સામે કરવામાં આવી રહી છે કાર્યવાહીની માંગ

એટલે થોડા જ કલાકોમાં હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં તપાસ પૂરી થાય ત્યાં સુધી પક્ષે તાહિર હુસેનને પ્રાથમિક સભ્યપદથી સસ્પેન્ડ પણ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ તાહિર હુસેનની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી હિંસામાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે અને 200 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Read Also

Related posts

દિલ્હીમાં 82 વર્ષના વૃદ્ધે કોરોના વાયરસને હરાવી દીધો

Nilesh Jethva

14 તારીખથી વધુ લંબાઈ શકે છે લોકડાઉન, 8 રાજ્યોએ આગળ વધારવા કર્યું સમર્થન

Nilesh Jethva

કોરોનામાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કર્યો આ આદેશ, જો કે આ રાહત પણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!