GSTV

મોદી અને અમિત શાહને ન ગણકારનાર આ નેતા બિહારમાં ભરાયા, નીતિશ કુમારે આપ્યો ઝટકો

ચૂંટણી જીતવાના વ્યૂહ ઘડવામાં નિપુણ ગણાતા પ્રશાંત કિશોરને આંચકો લાગે એવી ઘટના બિહારમાં બની હતી. તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઇન્ડિયન પીનલ કોડ (ભારતીય ફોજદારી ધારા)ની કલમ 406 (ગુનાહિત વિશ્વાસઘાત કરવો) અને કલમ 420 (છેતરપીંડી તેમજ દગાબાજી કરવી) હેઠળ તેમની સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

કન્ટેન્ટની કોપી કરવાનો આરોપ

પ્રશાંત કિશોર પર અભિયાન માટે કન્ટેન્ટની કોપી કરવાનો આરોપ લાગ્યો છે. મોતીહારીના શાશ્વત ગૌતમે એફઆરઆઈ દર્જ કરાવી છે જેમાં એક યુવક ઓસામાનું પણ નામ છે. ઓસમામ પટના વિશ્વ વિધ્યાલયમાં છાત્ર સંધ સચિવની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. કેસ કરનાર શાશ્વત પહેલાં કોંગ્રેસ માટે કામ કરી ચૂક્યો છે. શાશ્વત ગૌતમે બિહારની વાત નામનો એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. જેને તે લોન્ચ કરવાનો હતો. આ વચ્ચે ઓસામા નામના યુવકે તેમના ત્યાંથી નોકરી છોડી દીધી હતી. આ પ્રોજેક્ટ ઓસામાએ પ્રશાંત કિશોરને હવાલે કરી દીધો હોવાના આરોપ લાગ્યા છે. પ્રશાંત કિશોરે આ તમામ વિગતો પોતાની વેબસાઈટ પર અપલોડ કરી છે. શાશ્વતનો દાવો છે કે તેને પોતાની વેબસાઈટ આ કન્ટેન્ટ સાથે જાન્યુઆરી માસમાં રજિસ્ટર્ડ કરાવી હતી. જ્યારે પ્રશાંત કિશોરે પોતાની વેબસાઈટ ફેબ્રુઆરીમાં રજિસ્ટર્ડ કરાવી છે. શાશ્વત ગૌતમ બિહારના પૂર્વી ચંપારણનો છે અને એન્જિનિયર છે. ઘણો સમય તે અમેરિકામાં પણ રહ્યો છે. જ્યાં તેણે એમબીએ કર્યું છે.

નીતિશ કુમારને  પોતાના પિતા સમાન ગણાવ્યા હતા

હજુ તો થોડા સમય પહેલાંજ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પ્રશાંતની હકાલપટ્ટી કરી હતી. ત્યારબાદ પ્રશાંતે એક તરફ નીતિશ કુમારને  પોતાના પિતા સમાન ગણાવ્યા હતા તો બીજી બાજુ એવો દાવો કર્યો હતો કે ગાંધી અને ગોડસે સાથે જઇ શકે નહીં. નીતિશ કુમારે ગોડસેમાં માનતા પક્ષ (ભાજપ) સાથે રહેવાનું નક્કી કર્યું હોવાથી મારે ન છૂટકે છૂટા પડવું પડ્યું.

બિહારને નંબર વન રાજ્ય બનાવવાની રૂપરેખા રજૂ કરી હતી

પ્રશાંતે બાત બિહાર કી નામે એક કાર્યક્રમ ઘડ્યો હતો અને આગામી દસ વર્ષમાં બિહારને નંબર વન રાજ્ય બનાવવાની રૂપરેખા રજૂ કરી હતી. પહેલેજ દિવસે તેમને ત્રણ લાખથી વધુ લોકોનો ટેકો મળ્યો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે હું ચૂંટણી લડવાનો નથી કે કોઇ નવો પક્ષ બનાવવાનો નથી, માત્ર બિહારના વિકાસ માટે કામ કરવાનો છું. પરંતુ હવે તેમની સામે એફઆઇઆર નોંધાતાં તેમને આંચકો લાગ્યો હતો. હાલ તેમણે પોતાની સામેની પોલીસ ફરિયાદનો નિવેડો પહેલાં લાવવો પડશે. પછી બીજાં કામો હાથમાં લઇ શકશે.

Related posts

30મી એપ્રિલ સુધી રાજ્યમાં શાળા- કોલેજો રહેશે બંધ, આ સરકારે લોકડાઉન ખૂલે પહેલાં કરી દીધી જાહેરાત

Nilesh Jethva

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah

લોકડાઉન : ખાનગી ટ્રેનમાં ફરી બૂકિંગ કરાયું બંધ, આ તારીખે ફરી બુકિંગ શરૂ થશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!