ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં થયેલી ભીડ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. કાંતિ ગામીતના પુત્ર અને ગામના સરપંચ જીતુ ગામીત વિરૂદ્ધ ઈપકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય લોકોનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામીતની પૌત્રીના સગાઈમાં ભીડ એકત્ર કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરાયો છે. કોર્ટે કહ્યુ કે, 6 હજારની ભીડ સામે તંત્રએ શું પગલાં લીધા. સમારોહમાં આટલી મોટી ભીડ ક્યાંથી આવી. સમારોહનો વીડિયો અમે જોયો છે. તો બીજી તરફ કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડની ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે.
ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે કાર્યક્રમના વાયરલ થયેલા વીડિયોનું વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.કાંતિ ગામિતે સોનગઢ પોલીસ સ્ટેશન પહોંચી પોતાની ભૂલ થઇ હોવાનું સ્વીકાર્યું.પોલીસે કાંતિ ગામિત અને ગામના સરપંચ જીતુ ગામિત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
READ ALSO
- વેક્સિન/ મોદી સરકારનો રાજ્ય સરકારોને આદેશ, અફવાઓ ફેલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરો, એક પણને છોડશો નહીં
- અંધશ્રદ્ધા/ કલયુગ સતયુગમાં ફેરવાશે અને થોડા કલાકોમાં દૈવી શક્તિથી દિકરીઓ જીવતી થશે, ઉચ્ચ શિક્ષિત માતા-પિતાએ પુત્રીઓને પતાવી દીધી
- પત્ની બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, ‘હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો’
- ICAI CAનું આ તારીખે જાહેર થશે રિઝલ્ટ: icai.org નામની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે ચેક, જાણી લો કેવી રીતે
- ઈણાજમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ત્રિરંગાને આન, બાન અને શાન સાથે આપી સલામી