GSTV
Home » News » IIMમાં ભાષણ આપતા કરી બેઠા બીજેપીનો પ્રચાર, કેન્દ્રીય મંત્રી વિરૂદ્ધ FIR દાખલ

IIMમાં ભાષણ આપતા કરી બેઠા બીજેપીનો પ્રચાર, કેન્દ્રીય મંત્રી વિરૂદ્ધ FIR દાખલ

કેન્દ્રીય પ્રધાન જયંત સિન્હા વિરૂદ્ધ આચાર સંહિતા ભંગના મામલે FIR નોંધવામાં આવી છે. સિન્હાની વિરૂદ્ધ IIM રાંચીના દિક્ષાંત સમારોહમાં વધુ પાંચ વર્ષ માટે પોતાની સરકાર માટે છાત્રો પાસે આર્શીવાદ માંગવાના મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે જિલ્લા ચૂંટણી અધિકારીના નિર્દેશ પર રાંચીના ખેલગાંવ પોલીસ મથકમાં જયંત સિન્હાની વિરૂદ્ધ કલમ 188 અને જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ 123 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.

જયંત સિન્હાએ શનિવારે IIM રાંચીના ખેલગાંવમાં આયોજીત દિક્ષાંત સમારોહમાં ભાષણ આપ્યું હતું. ચૂંટણી પંચે તમામ વહીવટી અધિકારીઓને આચાર સંહિતાનું કડકાઇથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

Read Also 

Related posts

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena

નોકરી બદલતી વખતે તરત જ PFની રકમ ઉપાડવી જોઇએ નહીં, જાણી લો ફાયદામાં રહેશો

Bansari

KKR Vs RCB આજે મુકાબલો, વિરાટની ટીમ હારશે તો પ્લેઓફની દોડમાંથી બહાર

Arohi