GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

રોબર્ટ વાડ્રાએ જમીન ખરીદી મામલે નોંધાયેલી એફઆઈઆરને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ ગુરુગ્રામના ખેડકીદૌલામાં જમીન ખરીદીમાં છેતરપિંડી મામલે પોતાની સામે નોંધાયેલી એફઆઈઆરને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે. રોબર્ટ વાડ્રાએ ક્હ્યુ છે કે આમા નવું શું છે. ચૂંટણીની ઋતુ છે અને ખનીજતેલના ભાવ વધેલા છે. અસલી સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે આ એફઆઈઆર કરવામાં આવી છે. દશક જૂના મામલાને ઉછાળવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે હરિયાણાના ગુરુગ્રામના ખેડકીદૌલામાં જમીન ખરીદીના મામલામાં રોબર્ટ વાડ્રા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની સામે વધુ એક એફઆઈઆર કરવામાં આવી છે.

એફઆઈઆરમાં આરોપ લગાવાયો છે કે રોબર્ટ વાડ્રાએ પોતાના રાજકીય પ્રભાવ અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની સાથે મિલીભગત કરીને છેતરપિંડી કરી છે. આ સિવાય વાડ્રાની કંપની ડીએલએપ અને ઓમકારેશ્વર પ્રોપર્ટીઝની વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર આઈપીસીની કલમ-420, 120બી, 467, 468 અને 471 હેઠળ દાખલ કરવામાં આવી છે. આ સિવાય પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ની કલમ-13 હેઠલ પણ કાર્યવાહી કરવામાં આવી છે. એફઆઈઆર પ્રમાણે આ મામલામાં સાડા ત્રણસો એકર જમીન 58 કરોડ રૂપિયામાં રોબર્ટ વાડ્રાની કંપની ડીએલએફ અને સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીને ફાળવવામાં આવી હતી.

આ જમીનની ફાળવણી હરિયાણાના તત્કાલિન મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા દ્વારા કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ. આ જમીન દ્વારા વાડ્રાની બંને કંપનીઓને લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. આ સિવાય ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પણ મામલામાં સંડોવણી ધરાવતું હોવાનો આરોપ છે. આ સિવાય કંપનીઓના દર્શાવવામાં આવેલા લાઈસન્સમાં પણ અનિયમિતતા હોવાનું સામે આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે એફઆઈઆર મુજબ સાડા ત્રણસો એકર જમીન 58 કરોડ રૂપિયામાં રોબર્ટ વાડ્રાની કંપની ડીએલએફ અને સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીને ફાળવવામાં આવી હતી. આ જમીનની ફાળવણી વખતે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હરિયાણાના મુખ્યપ્રધાન હતા.

Related posts

ગુજરાતમાં 100 કોરોના ટેસ્ટમાં 11માં જોવા મળ્યો ચેપ : સ્થિતિ ભયંકર ખરાબ બની, હવે છે સાવચેતીની જરૂર

Harshad Patel

ICSE અને ISC રીઝલ્ટ બાદ આ રીતે મેળવો પોતાની ડિજીટલ માર્કશીટ, આ એપ્લીકેશન કરો ડાઉનલોડ

Ankita Trada

24 કલાક પહેલા જ આ IPS બતાવી દીધું હતું કેવી રીતે થશે વિકાસ દુબેનું એન્કાઉન્ટર, આ ટ્વિટ થઈ વાયરલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!