GSTV

રાજ કુન્દ્રાની વધુ મુશ્કેલી : કંપની વિરુદ્ધ ગુજરાતના એક શખ્સે નોંધાવી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Last Updated on July 27, 2021 by Damini Patel

અશ્લીલ કન્ટેન્ટ બનાવવા અને એને વેચવાના આરોપમાં જેલમાં બંધ બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલી શાંત થવાનું નામ જ નથી લઇ રહી. અશ્લીલ કન્ટેન્ટના મામલે ફસાયા પછી રાજ કુન્દ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝ પૂર્વ ધોખાધડી કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ અમદાવાદના એક દુકાનદારે લગાવ્યો છે. આ દુકાનદારનું નામ હિરેન પરમાર છે. પરમારે આ મામલે રાજકુન્દ્રાનું કંપની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

પરમારે કુન્દ્રાની આ કંપની પર ઓનલાઇન ક્રિકેટ સ્કિલ-બેસ્ડ ગેમનુ ડિસ્ટ્રીબ્યુશન બનાવવાના એવજમાં લગભગ 3 લાખ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ લગાવ્યો ચગે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ત્યાર પછી જ FIR અનુસાર પગલાં ભરશે. અંગ્રેજી અખબારની રિપોર્ટ મુજબ, રાજ કુન્દ્રાની કંપની વિરુદ્ધ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર સેલ પાસે ઓનલાઇન ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજ કુન્દ્રાની કંપની પર લાખોની ઠગાઈનો આરોપ

હિરેન પરમારે પોતાની પ્રાથમિકીમાં આરોપ લગાવ્યો કે વિયાં ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એમને વાયદો કર્યો હતો કે એમને ‘Game of Dot’ના ડિસ્ટ્રીબ્યુટર બનાવશે, પરંતુ એવું થયું નહિ. પોલીસ અધિકારીઓના હવાલાથી રિપોર્ટમાં લખ્યું છે કે કંપનીએ જયારે પોતાનું વચન ન સાચવ્યું તો પરમારે કંપની પાસે 3 લાખ રૂપિયા માંગ્યા, જે એમને આ ઓનલાઇન ક્રિકેટ સ્કિલ બેસ્ડ ગેમ પર ઈન્વેસ્ટ કર્યા હતા, પરંતુ એમણે કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નહિ.

રાજ

અહેવાલમાં જણાવ્યા અનુસાર અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે ફરિયાદી હિરેન પરમારનો દાવો છે કે તેણે આ મામલે વર્ષ 2019 માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી, જ્યારે રાજ કુંદ્રાને અશ્લીલ કન્ટેન્ટ બનાવવા અને વેચવા બદલ ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો. પરમારે એવો દાવો પણ કર્યો છે કે તેમના જેવા ઘણા લોકો છે જેમની પાસેથી રાજ કુંદ્રાની કંપની દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે રાજ કુંદ્રાને અશ્લીલ કન્ટેન્ટના કેસમાં 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા હાલમાં બાયખલા જેલમાં બંધ છે. આજે તેની કસ્ટડીનો અંતિમ દિવસ છે. એવું માનવામાં આવે છે કે મુંબઈ ક્રાઈમ બ્રાંચ આજે કોર્ટમાં રાજ કુંદ્રાના નિર્માણ દરમિયાન ઉદ્યોગપતિના રિમાન્ડને કોર્ટમાંથી વધારવાની માંગ કરી શકે છે.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!