GSTV
Home » News » પીએમ મોદી વિશે ફેસબુક પર કરવામાં આવી આપત્તિજનક પોસ્ટ, દાખલ કર્યો કેસ

પીએમ મોદી વિશે ફેસબુક પર કરવામાં આવી આપત્તિજનક પોસ્ટ, દાખલ કર્યો કેસ

ફેસબુક પર વડાપ્રધાન વિશે એક આપત્તિજનક પોસ્ટ કરવામાં આવી છે. જેની માહિતી મળતાં જ બીજેપીના લોકો ભડકી ઊઠ્યા છે. પોસ્ટ કરનાર પર કાર્યવાહી કરવાની માંગણી સાથે આગરાના એત્માદૌલા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને પોલીસે કેસ દાખલ કરી દીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ફેસબુક પર એક પાર્ટીના નામે ગૃપ બનાવવામાં આવ્યું છે. આ ગૃપમાં મોનૂ ખાન નામની વ્યક્તિના આઈડીથી આ આપત્તિજનક પોસ્ટ કરવામાં આવી છે. સાથે-સાથે તેના પર ટિપ્પણી પણ કરવામાં આવી છે.

રવિવારે બીજેપીના જિલ્લા ઉપાધ્યક્ષ રાજકુમાર શર્મા પાર્ટી કાર્યકર્તાઓ સાથે એત્માદૌલા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે ઈંસ્પેક્ટરને અરજી અપી કાર્યવાહી કરવાની માંગણી કરી. ત્યારબાદ પોલીસે કેસ દાખલ કરી દીધો છે.

પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે, એક પાર્ટીના નામથી ધર્મેન્દ્ર કુમારે ગૃપ બનાવ્યું છે. ધર્મેન્દ્ર કુમાર અને મોનૂ ખાન વિરૂદ્ધ આઈટી એક્સમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે ફેસબુકમાંથી આ પોસ્ટ ડિલિટ કરી નાખવામાં આવી છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી કંપની સંચાલકો ઓફિસને તાળા મારી ફરાર

Nilesh Jethva

ગુજરાતીઓ જેના શોખિન છે તે આ મહિલાના યુરિનમાં બની રહ્યું હતું, ડોક્ટરો પણ ચોંક્યા

Karan

ગ્રામ્ય વિસ્તારમાં કથળતી આરોગ્ય સેવા અંગે નીતિન પટેલે આપ્યો ગળે ન ઉતરે તેવો જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!