GSTV
Home » News » રામ મંદિર મુદ્દે બીજેપીથી નિરાશ થઈને દિગ્વિજય સિંહનું સમર્થન કરનાર કંપ્યૂટર બાબા પર એફઆઈઆર

રામ મંદિર મુદ્દે બીજેપીથી નિરાશ થઈને દિગ્વિજય સિંહનું સમર્થન કરનાર કંપ્યૂટર બાબા પર એફઆઈઆર

computer Baba fir

મધ્યપ્રદેશના ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં પૂજા-અર્ચના કરનાર અને સાધુ-સંતો સાથે ધુણી જમાવનાર કંપ્યૂટર બાબા પર આજે એફઆઈઆર કરવામાં આવી છે. તેમના વિરૂદ્ધ કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ માટે ચૂંટણી પ્રચાર કરી આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ છે.

FIR registered against Computer Baba for violating model code of conduct after a complaint alleging that he was campaigning for Congress Bhopal candidate Digvijaya Singh. (file pic) pic.twitter.com/nG371kOxDf

— ANI (@ANI) May 16, 2019

ઉલ્લેખનિય છે કે, ભોપાલ લોકસભા સીટના છઠ્ઠા ચરણમાં 12 મેએ મતદાન થયું હતું. અહીંથી બીજેપીની સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કોંગ્રેસના દિગ્વિજય સિંહ ઉમેદવાર છે. રામ મંદિર બાબતે બીજેપીથી નિરાશ ભોપાલના સાધુ-સંતોએ મતદાન પહેલાં દિગ્વિજય સિંહને સમર્થન આપ્યું હતું. કમ્પૂટર બાબાની આગેવાનીમાં ભોપાલમાં ત્રણ દિવસો સુધી હઠ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન દિગ્વિજય સિંહ તેમની પત્ની અમૃતા સિંહ સાથે પૂજા-પાઠ કરતા જોવા મળ્યા.

આ સિવાય કંપ્યૂટરબાબાએ દિગ્વિજય સિંહના સમર્થનમાં સાધુ-સંતો સાથે એક વિશાળ રેલી કાઢી હતી, ત્યારબાદ ભોપાલ જિલ્લા અધિકારીએ તેમની ત્રણ દિવસની શિબિરની તપાસના આદેશ આપ્યા હતા. જિલ્લા અધિકારીએ કહ્યું હતું કે, શિબિરના આયોજન માટે લીધેલી મંજૂરી અને એ માટે દિગ્વિજય સિંહની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવે.

Related posts

PM મોદી સાહેબ બોલાવશે તો હું ચોક્કસ ભારત આવીશ: US પ્રમુખ પીએમ મોદી પર ઓળઘોળ

Riyaz Parmar

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!