રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે યુરોપિયન દેશો પર બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું જોખમ ઊભું થયું છે. રશિયાએ જે રીતે યુક્રેનનો કોળિયો કર્યો એ જોઈને તેના પડોશી દેશોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. રશિયાથી રક્ષણ મેળવવા માટે સ્વિડન અને ફિનલેન્ડે નાટોમાં જોડાઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખરેખર એમ કરવાથી જોખમ ઘટશે કે વધશે? તે ચર્ચાનો વિષય છે. કારણ કે રશિયાએ યુક્રેન પર હુમલો જ એટલા માટે કરેલો કે તે નાટોમાં જોડાવવા માગતું હતું.

નાટો એટલે નોર્થ એટલાંટિક ટ્રિકી ઓર્ગેનાઈઝેશન. કોઈ પણ મોટી સૈન્ય શક્તિથી ઊભા થતાં ખતરાને પહોંચી વળવા માટે આ સંગઠન બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને યુરોપિયન દેશોએ ઊભું કર્યું છે. ફિનલેન્ડ નાટોમાં જોડાશે તે સાથે નાટો છેક રશિયાની સીમા સુધી પહોંચી જશે. આ ઘટના ફિનલેન્ડની સલામતી વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે.
નાટો અને રશિયા બંને સામ-સામા ટકરાઈ શકે છે. જો નાટો અને રશિયા ટકરાય તો હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતુ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પલ્ટાઈ જાય. પહેલાં કોરોના અને ત્યારબાદ યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ઈન્ટરનેશનલ ટ્રેડ ખરાબ થયો છે. ચીજવસ્તુઓ અતિશય મોંઘી થઈ ગઈ છે. આવામાં જો નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ થાય તો વૈશ્વિક અર્થતંત્રને કારમો ફટકો પડી શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ