GSTV

દુનિયાના સૌથી નાની ઉંમરના વડાપ્રધાનની તસ્વીરોના કારણે સોશિયલ મીડિયાએ ધૂળ કાઢી નાખી, લો કટ બ્લેઝરમાં ફોટોશૂટ કરાવતા થઈ ફજેતી

ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિન દ્વારા ફેશન પત્રિકા માટે ફોટોશૂટ કરાવ્યા બાદ તેમની પર્સનલ લાઈફ અને વર્તાવને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો થઈ ગયો છે. શરૂઆતમાં તો તેમની ખૂબ આલોચના થઈ પણ બાદમાં તેમના સમર્થકો તેમની પડખે આવીને ઉભા રહી ગયા હતા. ફૈશન પત્રિકા માટે કરાવેલા આ ફોટોશૂટમાં પ્રધાન મંત્રી લો કટ બ્લેઝર અને જ્વેલરી સાથે દેખાય હતા. આ તસ્વીરો સામે આવ્યા બાદ આલોચકો કહી રહ્યા છે કે, આ ડ્રેસમાં શરીરનું પ્રદર્શન કરનારી છે.

આપને જણાવી દઈએ કે, સના મારિન10 ડિસેમ્બર 2019થી દેશના પ્રધાનમંત્રી છે. તે હજૂ 34 વર્ષના જ છે. 2015થી તેઓ સંસદમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય રહ્યા છે. સાથે જ પ્રધાનમંત્રી બન્યા પહેલા તે છ મહિના પરિવહન અને સંચાર મંત્રી પણ રહી ચુક્યા છે. 34 વર્ષની ઉંમરમાં જ તેઓ દુનિયાના સૌથી નાની ઉંમરમાં સરકાર ચલાવનારા પ્રમુખ પણ બન્યા છે. તેઓ ફિનલેન્ડના અત્યાર સુધીના સૌથી યુવા વડાપ્રધાન છે.

View this post on Instagram

Ylpeänä esittelemme: lokakuun Trendin kannessa loistaa mieletön @sannamarin 💪🖤⠀ ⠀ Pääministeri Sanna Marinilla on eturivin paikka esimerkkinä, esikuvana, asioiden muuttajana ja vaikuttajana. Työ on paineistettua, mutta hyvät unenlahjat ja rautaiset hermot auttavat. Mutta Marin tunnustaa myös, että uupumuksen tunteet saattavat tulla myöhemmin:⠀ ⠀ ”On selvää, että nämä vuodet jättävät jälkensä. Tämä ei ole tavallista työtä eikä tavanomaista elämää vaan raskasta monellakin tavalla. Voi olla, että paine ja uupumus kertyvät ja tulevat myöhemmin. Tilanteissa on ollut pakko laittaa tunteet sivuun, mutta kyllähän ne kasautuvat.” ⠀ ⠀ Lue kiinnostava haastattelu kokonaisuudessaan tänään lehtihyllyille saapuneesta Trendistä! Antoisia lukuhetkiä! 💎 ⠀ ⠀ Kuva: @jonaslundqvist⠀ Tyyli: @suvipout

A post shared by Trendi & Lily (@trendimag) on

આપને જણાવી દઈએ કે, સના મારીનની આ તસ્વીરો ગત અઠવાડીયે જ ફૈશન પત્રિકા ટ્રેંડીએ ઈંસ્ટાગ્રામ પેજ પર પ્રકાશિત કરી હતી. પત્રિકાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાના કામને લઈને કહ્યુ હતું કે, આ સામાન્ય નોકરી નથી. સામાન્ય જીંદગી પણ નથી, પણ કેટલાય પ્રકારના બોઝવાળી છે.

READ ALSO

Related posts

M.E-M.Pharmમાં મોક રાઉન્ડમાં જ 50 ટકા જેટલી બેઠકો ખાલી,સ્ટેટ લેવલની પરીક્ષા બાદ જાહેર થયેલ મેરિટમાં આ વર્ષે 4671 વિદ્યાર્થીઓ

pratik shah

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: આ સ્વદેશી દિગ્ગજ કંપનીને મળશે બુલેટ ટ્રેનનો પહેલો કોન્ટ્રાક્ટ, 7 કંપનીઓ હતી રેસમાં

Bansari

આશ્ચર્ય! સાઉથ અમેરિકાના રણમાં મળી આવી 121 ફૂટ લાંબી બિલાડી, વિમાનમાંથી નરી આંખે જોઈ શકાય તેવું સ્પષ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!