GSTV
News Trending World

વર્લ્ડ હેપ્પી ઇંડેક્શમાં વર્ષોથી નંબર વન પર છે દુનિયાનો આ દેશ, લોકો માટે વિકસિતતા સાથે સૌથી સ્થિર અને સલામત દેશ

તમને ક્યારેય સવાલ થયો હશે કે, દુનિયાના સૌથી ખુશ લોકો ક્યાં રહે છે? અથવા એવો કયો દેશ છે જે દુનિયાનો સૌથી ખુશ દેશ છે. વર્લ્ડ હેપ્પી ઇંડેક્શમાં ઘણાં વર્ષોથી નંબર વન પર રહેલો દેશ છે ફિનલેન્ડ. ફિનલેન્ડ વિશ્વના સૌથી વિકસિત દેશોમાંનો એક છે. જ્યાં દરેક નાગરિકને આર્થિક સુરક્ષા, ભથ્થાની સાથે એવા અનેક અધિકારો અને સુવિધાઓ મળી છે કે, જો તેઓ નોકરી ગુમાવશે તો શું થશે તે ક્યારેય વિચારવું પડતું નથી અથવા જો તેઓ વૃદ્ધ થઈ જાય અને પૈસા ન હોય તો શું થશે અથવા અકસ્માત કે તબિયત નાદુરસ્ત થાય તો સારવાર કેવી રીતે થશે? આ તમામ જવાબદારી સરકાર લે છે. જોકે અહીં લોકોની આવક ઘણી છે.

ફિનલેન્ડ સૌથી સ્થિર અને સલામત દેશ છે. વર્ષ 2015માં અહીં એક લાખની વસ્તી પર હત્યાનો દર માત્ર 1.28 ટકા છે. અહીંની કુલ વસ્તી 55 લાખ છે. આ દેશમાં ક્રાઇમ પણ બહુ ઓછો છે, વર્ષ 2015માં અહીં માત્ર 50 હત્યાઓ થઈ હતી. સંગઠિત અપરાધ અહીં લગભગ અસ્તિત્વમાં નથી. પોલીસ ખૂબ જ વિશ્વસનીય અને કાર્યક્ષમ છે. અહીંની પોલીસ અને ઈન્ટરનેટ સુરક્ષા વિશ્વમાં બીજા ક્રમે ગણવામાં આવે છે. કાયદાનું ચુસ્તપણે પાલન થાય છે. પરંતુ અહીં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે, અહીંના નાગરિકો રાજકીય, કાયદો અને પોલીસ તંત્રમાં આસ્થા ધરાવતા લોકોમાં પ્રથમ સ્થાને છે.

આ દેશમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં લગભગ 18 લોકો રહે છે, જે યુરોપિયન યુનિયનમાં સૌથી ઓછું છે. અહીં ખૂબ ઠંડી છે. આ પછી પણ અહીંનું વાતાવરણ ખુશનુમા અને મનમોહક રહે છે. ઉનાળામાં રાત્રિના 12 વાગ્યા પછી થોડો અંધારપટ છવાઈ જાય છે, તે પહેલા લગભગ 10 વાગ્યાની આસપાસ એવું લાગે છે કે, જાણે હમણાં જ સાંજ થઈ ગઈ હોય જ્યારે શિયાળામાં મોટાભાગનો દિવસ અંધારપટ જોવા મળે છે.

ભ્રષ્ટાચારની વાત કરીએ તો અહીં સૌથી ઓછો જોવા મળે છે. કહેવાય છે કે અહીંનો સમાજ સૌથી વધુ પ્રગતિશીલ છે. અર્થતંત્ર ખૂબ જ મજબૂત છે. ફિનલેન્ડની બેંકોને વિશ્વમાં સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે. જો કે અહીં જીડીપી ઓછી છે. આ દુનિયાનો એકમાત્ર એવો દેશ હશે જ્યાં કોઈ બેઘર નહીં હોય.

અહીંના લોકો એકદમ મુક્ત વાતાવરણમાં રહે છે. અહીં પ્રેસને પણ સંપૂર્ણ સ્વતંત્રતા છે. ફિનલેન્ડમાં લોકોના પગારના હિસાબે ટ્રાફિક ચલણ કાપવામાં આવે છે. જો કે, આ કાયદાએ પોલીસકર્મીઓને ખૂબ જ પરેશાન કર્યા, કારણ કે લોકો હંમેશા તેમની કમાણી ઓછી કહે છે. શુદ્ધ હવાના સંદર્ભમાં, તે વિશ્વમાં ત્રીજા નંબરનો દેશ છે. આ દેશમાં કુલ 1,87,888 તળાવો છે, જેના કારણે તેને તળાવોનો દેશ પણ કહેવામાં આવે છે. તે જ સમયે, અહીં મોટા પ્રમાણમાં જંગલ છે.

અહીંના લોકો તેમના જીવનથી સંતુષ્ટ છે. તેમને તેમના રહેવાની જગ્યા વિશે કોઈ ફરિયાદ નથી. જો કે અહીં રહેવાની જગ્યાઓ એકદમ વિશાળ અને આરામદાયક છે. અહીંની શિક્ષણ વ્યવસ્થાના ઉદાહરણો સમગ્ર વિશ્વમાં આપવામાં આવે છે. અહીંની લાઇબ્રેરીઓનો ઉપયોગ યુરોપમાં બીજા નંબરની સૌથી મોટી સંખ્યામાં લોકો કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

wrestlers-protest: કુશ્તીબાજોને મોટો આંચકો, પહેલવાન સાક્ષી મલિક બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલનમાંથી અલગ થઈઃ રેલવેમાં જોબ પર થઈ ગઈ હાજર

HARSHAD PATEL

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોના વીમાને તરત ક્લેમ કરશે LIC, હેલ્પલાઇન નંબર જારી, આપવા પડશે આ દસ્તાવેજો

Siddhi Sheth

Realme / સ્માર્ટફોનની ખરીદી પર મળી શકે છે 5 હજાર રૂપિયા સુધીની સ્માર્ટવોચ ફ્રી, જાણો કેવી રીતે ઓફરનો ફાયદો મળશે

Drashti Joshi
GSTV