GSTV

ઝટકો/ કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ખત્મ, હવે અઠવાડિયામાં આટલા દિવસ જવું પડશે ઓફિસ

Last Updated on February 16, 2021 by Ankita Trada

કોરોનાકાળના કારણે કાર્મિક મંત્રાલયે કર્મચારીઓ માટે જે ફેરફાર કર્યા હતા, હવે તે પહેલાની જેમ જ પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ સિલસિામાં કાર્મિક મંત્રાલયે એક નવો આદેશ જાહેર કર્યો છે કે, હવે બધા કામકાજી દિવસમાં કર્મચારીઓને કાર્યાલયમાં ઉપસ્થિત રહેવું પડશે. નવા આદેશોને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરી દેવામાં આવ્યા છે.

નવા આદેશમાં શું છે?

કેન્દ્ર સરકારે બધા વિભાગો માટે નવા આદેશ પ્રમાણે બધા સ્તરના સરકારી કર્મચારીઓને બધા કામકાજી દિવસમાં કાર્યાલયમાં ઉપસ્થિત થવાનું છે અને કોઈપણ શ્રેણીના કર્મચારીને કોઈ છૂટ મળશે નહી. આગામી આદેશ સુધી બાયોમેટ્રિક ઉપસ્થિતિ નિલંબિત રાખવામાં આવશે. અધિકારી અને કર્મચારી જે કોરોના સંક્રમિત ક્ષેત્રમાં રહે છે, તે ઘરેથી કામ કરશે અને દરેક સમયે ટેલીફોન અને સંચારના ઈલેક્ટ્રોનિક સાધનોના માધ્યમથી જોડાયેલા રહેશે. આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી શક્ય હોય બધી બેઠક વીડિયો-કૉન્ફ્રેંસિંગ થકી જ પૂર્ણ કરવામાં આવે અને મેહમાનોની સાથે વ્યક્તિગત બેઠકથી જ્યાં સુધી સાર્વજનિક હિતમાં પૂર્ણ રીતથી જરૂરિયાત ન હોય, ત્યાં સુધી બચી શકાય. જોકે, વિભાગીય કેન્ટીન ખોલવા પર લાગેલી રોક પણ હટાવી દેવામાં આવી છે.

ખત્મ થઈ ગયો વર્ક ફ્રોમ હોમનો સમય

કોરોનાના કારણે કેન્દ્રીય કર્મચારીઓને ઘર પરથી જ કામ કરવાની આઝાદી આપવામાં આવી હતી. છેલ્લા વર્ષે મે મહીનામાં ઉપ સચિવના સ્તરથી નીચેના 50 ટકા કર્મચારીઓનેજ કાર્યલય બોલાવવાના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. તે સિવાય કોરોના વાયરસને રોકવાના અલગ-અલગ કાર્યાલય સમય પણ લાગુ કર્યા હતા. કુલ મળીને આ વ્યવસ્થા બનાવવામા આવી હતી કે, અડધા કર્મચારીઓને કાર્યાલય બોલાવવામાં આવતા હતા અને અડધા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું હતું. હવે નવા આદેશ પ્રમાણે બધા કર્મચારીઓને દરેક કામકાજી દિવસમાં ઓફિસ આવવાનું રહેશે.

સંવેદનશીલ વિસ્તારમાં રહેતા લોકોને છૂટ

આદેશ પ્રમાણે જે વિસ્તારમાં કોરોનાના સક્રિય કેસ છે અને અત્યાર સુધી વેક્સીન પણ તે લોકોને લગાવવામાં આવી નથી. એ વિસ્તારમાં રહેતા લોકોને ઘર પરથી કામ કરવાની છૂટ મળતી રહે છે. આ છૂટ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તે વિસ્તાર સામાન્ય ન થઈ જાય. કોરોના સંક્રમિત વિસ્તારમાંથી બહાર રહેતા લોકોને ઓફિસ બોલાવવા માટે નવા આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે.

કોરોનાના વર્તમાન આંકડા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કોવિડ-19 ના ઉપચારાધીન કેસ 1.5 લાખથી નીચે છે. જ્યારે દિલ્હીમાં આ આંકડા ઘટીને 1,041 સુધી પહોંચી ગયા છે. વેક્સીનેશન શરૂ થયા બાદ કોરોના સંક્રમણના કેસમાં પણ ઘણો ઘટાડો આવ્યો છે. કોરોનાના કહેરમાં ખામીના કારણે જ કેન્દ્રીય કર્મચારીઓને ઓફિસ બોલાવવા માટે નવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari

આ સ્કીમમાં મળશે 30,000 રૂપિયા, કોણ માટે છે આ સ્કીમ અને કેવી રીતે કરવું અરજી; જાણો બધી ડીટેલ

Damini Patel

ભારતમાં તેજીથી વધી રહ્યું છે ઓરલ કેન્સર, દર કલાકે 5 લોકો જીવ ગુમાવી રહ્યા, એક્સપર્ટ પાસે જાણો કેવી રીતે બચી શકાય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!