GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કંપનીઓ સામે સરકારની લાલ આંખ, ચીની સામાનનો ખુલાસો ન કર્યો તો આટલો થશે દંડ અને જવુ પડશે જેલ

ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ચીનથી થઈ રહેલી આયાતને લઈને સરકાર હવે સખત થઈ ગઈ છે. વિદેશોમાંથી પેકેજ્ડ આઈટમ આયાત કરનારી ઈ-કોમર્સ કંપનીઓ, મેન્યુફેક્ચરિંગ કંપની અને માર્કેટિંગ એજન્સીઓની હવે ખેર નથી. જો તેમને સામાન પર કંટ્રી ઓફ ઓરિજન ન દર્શાવ્યુ તો તેના પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે અને સાથે જ 1 વર્ષ જેલની હવા પણ ખાવી પડી શકે છે.

કંપનીઓની વિરુદ્ધ એક્શન પણ લઈ શકે

ઉપભોક્તા મામલાઓના મંત્રાલયે આવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે સેંટ્રલ કંજ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટીનુ ગઠન કર્યુ છે. ઓથોરિટી સ્વતઃ સંજ્ઞાન લેતા અથવા કેન્દ્ર સરકારના નિર્દેશ પર આવી કંપનીઓની વિરુદ્ધ એક્શન લઈ શકે છે. મંત્રાલયે અતિરિક્ત સચિવને ચીફ કમિશ્નર અને બીઆઈએસના ડાયરેક્ટર જનરલ કો ઈનવેસ્ટિગેટિંગ ઓફિસર બનાવ્યા છે. કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યુ છે કે, તેમણે બધી ઈ-કોમર્સ કંપનીઓ અને રાજ્ય સરકારોને લખ્યુ છે કે, પેકેજ્ડ કમોડિટીઝ રૂલ્સ હેઠળ પ્રોડક્ટ પર કંટ્રી ઓફ ઓરિજિનનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે.

એક વર્ષ જેલની સજા

ઉપભોક્તા મામલાના મંત્રાલયના સચિવ લીના નંદને કહ્યુ છે કે, જો કોઈ મેન્યુફેક્ચરર અથવા માર્કેટિંગ ફર્મ તેનુ પાલન નહી કરે તો, પ્રથમ વખતમાં તેના પર 25 હાજર રૂપિયાનો ફાઈન લાગશે. બીજી વખત આવુ કરવા પર 50 હજાર રૂપિયાનો દંડ લાગશે. ત્યારબાદ 1 લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સજા બંને ભોગવવો પડી શકે છે. આ ઈ-કોમર્સ કંપનીઓ પર પણ લાગુ થશે, જો તેમણે પોતાની વેબસાઈટ પર તેની જાણકારી ન દર્શાવી તો.

આ મુદ્દા પર ઈ-કોમર્સ કંપનીઓની સાથે ચર્ચા

અધિકારીઓએ જણાવ્યુ કે, બધા મેન્યૂફેક્ચર્સ, આયાતકારો, પેકર્સ અને ઈ-કોમર્સ કંપનીઓની પ્રોડક્ટ પર કંટ્રી ઓફ ઓરિજિન ડિસ્પ્લે કરવાની જોગવાઈ જાન્યુઆરી 2018થી લાગુ છે. સચિવે કહ્યુ કે, ડીપીઆઈઆઈચી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં આ મુદ્દા પર ઈ-કોમર્સ કંપનીઓની સાથે ચર્ચા પણ થઈ છે. તેમણે કહ્યુ કે, અમે બધા તેને લાગુ કરવા પર સહમત છે. જો ઈ-કોમર્સ કંપનીઓ કાયદા પ્રમાણે પોતાના પ્રોડક્ટ પર કંટ્રી ઓફ ઓરિજિન ડિસ્પ્લે કરે છે તો, ઉપભોક્તાને નિર્ણય કરવામાં મદદ મળશે.

READ ALSO

Related posts

શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, વ્યંઢળ સાથે મિત્રતા કેળવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી લાખોની ચલાવી લૂંટ

pratik shah

રાજસ્થાનમાં રાજકિય ખેલ : ગેહલોત વિરુદ્ધ પાયલોટની નવી ચાલ, માંગ્યો રાહુલ ગાંધી પાસે મળવાનો સમય

Karan

કરોડો બેન્ક ગ્રાહકોને RBIની નવી ભેટ, લોન સેટલમેન્ટ માટે આવી આ ખાસ સ્કીમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!