ભાવનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર શહેરનાં મોખડાજી સર્કલ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં ૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.
બેંક ઓફ બરોડામાં ચેકિંગ દરમિયાન બેંકના કેટલાક કર્મચારીઓ તેમજ લાઈનમાં ઉભેલા લોકોએ માસ્ક પહેર્યા હતા. તો બીજી તરફ બેંકમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. જે મુદ્દે બેંકને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.પરંતુ બેંકના અધિકારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા લોકોના બેન્કિંગ કામો અટવાય નહીં તે હેતુથી સ્થળ પર જ દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જોકે કોઈ દુકાનદાર આ રીતે ઝડપાયો હોય તો મનપાની ટીમ દ્વારા સીલ મારી દેવામાં આવે છે.અને ત્યારબાદ 50 હજાર કરતા વધુ દંડ વસૂલ કરવામાં આવે છે. ત્યારે બેંકને માત્ર દસ હજાર દંડ કરતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
READ ALSO
- ઈણાજમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ત્રિરંગાને આન, બાન અને શાન સાથે આપી સલામી
- Health Tips: ડાયાબિટીઝથી લઇને કેન્સર જેવા રોગમાં અતિ ફાયદાકારક છે કારેલું, ખાવાના એક નહીં અઢળક છે ફાયદાઓ
- થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, 4 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા
- ખેડૂત આંદોલન/ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં 63 પોલીસકર્મીઓ ઘાયલ, 45 ટ્રૉમા સેંટરમાં દાખલ
- ઈસ્કોન સંપ્રદાય પર શિક્ષિત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણનો આરોપ, પરિવારજનોએ મંદિરની બહાર નોંધાવ્યો વિરોધ