GSTV

400થી 500 ચોરસ ફૂટની ઓફિસમાં એકલા બેઠેલા સીએ પાસે માસ્કનો 1000 દંડ લેવા તંત્ર પહોંચ્યું, મચી ગયો હોબાળો

માસ્ક

Last Updated on January 30, 2021 by Bansari

અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં અંદાજે 400થી 500 ચોરસ ફૂટની ઑફિસમાં એકલા જ બેઠેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે પહોંચી જઈને અમ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગના બે અધિકારી અને એક પોલીસ કોન્સ્ટેબલે મળીને માસ્ક ન પહેરવા બદલ રૂા. 1000નો દંડ માગતા હોબાળો મચી ગયો હતો.

પરિણામે અમ્યુકોની ઉસ્માનપુરાની ઑફિસના ડેપ્યુટી કમિશનરના સ્તરના અધિકારીને ફોન પર ફરિયાદ કરવામાં આવતા સોલીડ વેસ્ટ વિભાગના બે અધિકારીઓ અને પોલીસને દંડ લીધા વિના જ નીકળી જવાની ફરજ પડી હતી.

માસ્ક

આ વિસ્તારોમાં પણ અધિકારીઓએ વેપારીઓના પૈસા પડાવ્યા

ઉસ્માનપુરાની માફક ઘી કાંટા વિસ્તારમાં વૈભવ વિષ્ણુ માર્કેટની દુકાનોમાં પણ પહોંચી જઈને અમ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ અને પોલીસે ઘણાં વેપારીઓ માટે રૂા. 500-500 પડાવ્યા હોવાની પણ બૂમ ઊઠી છે. તમારો માસ્ક નાકના નસકોરાની નીચે છે તેમ જણાવીને પણ ઘણાં વેપારીઓને દંડ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

માસ્ક ન પહેરવા બદલ રૂા. 1000નો દંડ રાખવામાં આવ્યો છે. તેમ છતાંય તેઓ વહીવટી ખર્ચની વસૂલાતની પહોંચ આપીને વેપારીઓ અને કોમર્શિયલ એકમો પાસેથી ઉઘરાણું કરી રહ્યા છે. ઉસ્માનપુરામાં જ અગાઉ મેટલ ઉદ્યોગની એક કચેરીમાં જઈને અમ્યુકોના અધિકારીઓએ માસ્કને નામે પૈસા પડાવવાની કોશિશ કરી હતી.

માસ્ક

માસ્ક નાકના નસકોરાં પર નથી કહીને 1000 રૂપિયા ખંખેર્યા

પોલીસ અને અમ્યુકોના નીચલા લેવલના અધિકારીઓ ઉપરથી તેમને સપોર્ટ મળતો હોવાથી ઓફિસો અને દુકાનોમાં ઘૂસી જઈને મોટી રકમ દંડને નામે પડાવી રહ્યા છે. આ રીતે પ્રજાના ખિસ્સા ખંખેરવામાં ઉપરથી નીચે સુધી બધાં જ ભળેલા હોવાથી લોકોનો અવાજ કોઈ સાંભળતા જ નથી.

પ્રજાસત્તાક દિને સી.જી. રોડ પરની દુકાનોમાં પણ પોલીસોએ ઘૂસી જઈને માસ્કની ચકાસણીને નામે ફફડાટ ફેલાવી દીધો હતો. તમામો માસ્ક નાકના નસકોરાં પર નથી એમ કહીને સ્ટેટ બૅન્કના એક નિવૃત્ત સિનિયર અધિકારી પાસેથી રૂા. 1000 ખંખેરી લેવામાં આવ્યા હતા. આ મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ પણ કરવામાં આવી છે.

ખાનગી મોટર ગાડીમાં એકલી વ્યક્તિ પાસેથી દંડની રકમ પડાવવાનો કીમિયો પણ આ જ પ્રકારનો એક કીમિયો છે. માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રોજના રૂા. 75,000નો મિનિમમ દંડ વસૂલવાના ટાર્ગેટ અધિકારીઓને આપ્યા હોવાથી તેઓ રસ્તાઓ પરથી હટીને હવે લોકોની ઑફિસો અને દુકાનોમાં પણ ઘૂસવા માંડયા છે.

Read Also

Related posts

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Pritesh Mehta

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave

મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!