GSTV

ટ્રિક/ ખોવાયેલા અથવા ચોરી થયેલા સ્માર્ટફોનને Google Mapsની મદદથી આ રીતે સરળતાથી શોધો

સ્માર્ટફોન

જો તમારો સ્માર્ટફોન ક્યાંક ગુમ થઇ ગયો હોય અથવા તો ચોરી થઇ ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાંક ફંક્શન્સનો ઉપયોગ કરીને તમે તમારા સ્માર્ટફોનને ટ્રેક કરી શકો છો. જેમ એપલ ‘ફાઇન્ડ માય ફોન’  ફંક્શનની સુવિધા આપે છે તેની જ રીતે એન્ડ્રોયડ યુઝર્સ માટે ‘ફાઇન્ડ યોર ફોન’ ફીચર ઉપલબ્ધ છે. તેના દ્વારા તમે તમારા સ્માર્ટફોનની લોકેશન ટ્રેસ કરી શકો છો.

google

Google Mapની મદદથી તમે તમારા સ્માર્ટફોનની લોકેશન એક ટાઇમલાઇનના ફોર્મમાં ટ્રેક કરી શકો છો. તેના માટે તમારે કોઇ અન્ય સ્માર્ટફોન અથવા પીસીની જરૂર પડશે. સાથે જ ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂર પડશે.

સ્માર્ટફોન

Google Mapsથી આ રીતે જાણો સ્માર્ટફોનની લોકેશન

  • સ્માર્ટફોન અથવા પીસી પર www.maps.google.co.in ખોલો.
  • તમારા ખોવાયેલા ફોન સાથે લિંક્ડ ગૂગલ એકાઉન્ટ લૉગિન કરો.
  • ટૉપ રાઇટ સાઇડ પર કોર્નર પર ટેપ કરો.
  • ‘યોર ટાઇમલાઇન’ ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમે જે દિવસ, તારીખ અને મહિનાનું લોકેશન જાણવા માગો છો તે એન્ટર કરો.
  • મેપ્સ પર ડિવાઇસની લોકેશન હિસ્ટ્રી કરંટ લોકેશન સાથે જોવા મળશે.
  • જણાવી દઇએ કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે તે જરૂરી છે કે તમારો ફોન ઑન હોય અને લોકેશન સર્વિસ પણ ઑન હોય.

Read Also

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!