જો તમારો ફોન પણ સ્લો કામ કરી રહ્યો છે અને તમને એવું લાગે છે કે એમાં વાયરસ છે તો એની ઓળખ કરવામાં તમને સમસ્યા થાય છે. આમ તો ઘણા એપ છે જે ફોનને વાયરસ ફ્રી કરવાના નામ પર સ્કેમ કરે છે અને 100% ફ્રી બતાવી દે છે. પરંતુ ત્યાર પછી પણ ફોન ચલાવવાની સમસ્યા આવે છે તો તમે આ રીતે વાયરસની ઓળખ કરી શકો છો.
ઘણું નુકસાન કરી શકે છે વાયરસ
ફોનના વાયરસની ઓળખ જલ્દી કરી લેવી જોઈએ અને એને જલ્દી હટાવી નાખવું જોઈએ નહિ તો ખુબ નુકસાન કરી શકે છે. ઘણા વાયરસ તો એવા પણ હોય છે જે તમારા ફોનમાં કોઈ એપ અથવા મેસેજ દ્વારા આવી જાય છે અને તમને જાણ પણ થતી નથી. પરંતુ આવા વાયરસ તમારા ડેટા ચોરી શકે છે.

પોતાનો સ્માર્ટફોન વાયરસ અને માલવેરથી કેવી રીતે બચાવો ?
આજના સમયમાં હેકરોએ ખૂબ જ સાવધાનીથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ વાઈરસ દ્વારા યૂઝર્સની સિસ્ટમ અને એકાઉન્ટ હેક કરે છે. એટલા માટે એપ ડાઉનલોડ કરતી વખતે સૌથી પહેલા સાવચેત રહેવું જરૂરી છે. તમારા ફોનમાં કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સ ન રાખો, તેમજ આ એપ્સને ઘણા પ્લેટફોર્મ પર ચેક કરવા જોઈએ, તેમને ત્યારે જ ઈન્સ્ટોલ કરો જ્યારે તમે તેમની સાથે સંપૂર્ણ સંતુષ્ટ થઇ જાઓ. આવી કોઈપણ નકલી એપથી બચવા માટે, તમારે ફક્ત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર જેવા પ્લેટફોર્મ પરથી એપ ડાઉનલોડ કરવાની કાળજી લેવી જોઈએ.
તમારા ફોનમાં વાયરસ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

- ઘણી વખત એવું બને છે કે ખૂબ સાવધાની રાખ્યા પછી પણ કેટલાક વાયરસ અથવા માલવેર તમારા ફોનમાં પ્રવેશે છે. આવી સ્થિતિમાં, ચાલો સમજીએ કે તમે તમારા ફોનમાં વાયરસ કેવી રીતે શોધી શકો છો.
- જો પૈસા કમાવવા માટે તમારા ફોન પર મેસેજ, કોલ અથવા સમાન એપ વારંવાર દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા ફોનમાં વાયરસ હાજર છે.
- જો તમારા ફોન પર ઘણી જાહેરાતો આવે છે, તો તેનો અર્થ એ છે કે વાયરસે તમારા સ્માર્ટફોનને સંક્રમિત કરી દીધો છે.
- માલવેર અને ટ્રોજન તમારા સ્માર્ટફોનનો ઉપયોગ સ્પામ ટેક્સ્ટ મેસેજ મોકલવા માટે કરી શકે છે.
- જો તમારા સ્માર્ટફોનની પ્રોસેસિંગ સ્પીડ ખૂબ ધીમી હોય તો તે વાયરસને કારણે પણ હોઈ શકે છે.
- વાયરસ અને માલવેર તમારા સ્માર્ટફોનમાં નવી એપ પણ ડાઉનલોડ કરી શકે છે, તેથી આવું થાય તો સાવચેત રહો.
- આપમેળે ડાઉનલોડ કરેલી એપ્લિકેશન્સ અને અજાણ્યા નંબરો પરથી મેસેજ તમારા ડેટાનો ઝડપથી ઉપયોગ કરી શકે છે, જો તમારો ડેટા ઝડપથી સમાપ્ત થઈ જાય, તો તેને વાયરસના સંકેત તરીકે ધ્યાનમાં લો.
- જો તમારો સ્માર્ટફોન નવો છે અને તેની બેટરી પણ લાંબા સમય સુધી ચાલતી નથી, તો તે વાયરસથી સંબંધિત હોઈ શકે છે.
Read Also
- Career Guidance : બનવા માંગો છો RTO officer? જાણો લાયકાત, જવાબદારીઓ અને પગાર
- ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો
- પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર
- પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો
- શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો