GSTV

મગફળી કાંડમાં તપાસનો દૌર ક્યાં પહોંચ્યો જાણો

Last Updated on August 5, 2018 by

જેતપુરના પેઢલા ગામે મગફળી કૌભાંડમાં પકડાયેલા 19 આરોપીને જેતપુર કોર્ટમાં રજૂ કરાયા. જે પૈકી 11 આરોપીઓને દસ દિવસના અને આઠ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. મગફળી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી મુખ્ય ફરિયાદી અને બાદમાં આરોપી તરીકે ધરપકડ કરાયેલા સૌરાષ્ટ્ર વેરહાઉસ એસોસિએસનના મેનેજર મગન ઝાલાવાડીયાના 11 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. જ્યારે અન્ય 11 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. જ્યારે બાકી રહેલા 8 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. નોંધનીય છેકે મગફળીની બોરીમાં માટીના ઠેફા ભેળવીને આચરાયેલા કરોડોના કૌભાંડમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાનો ભત્રીજો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આરોપીમાં વાઘજી બોડાના ભત્રીજાની પણ ધરપકડ કરાઇ છે અને તેના પણ રિમાન્ડ મેળવાયા છે. ત્યારે હવે આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ કૌભાંડમાં નવા ફગણા ફૂટશે તે શકયતાને નકારી શકાય તેમ નથી

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!