GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ભારતનાં પૂર્વ નેવી અધિકારીનાં ભાવિનો નિર્ણય કરશે ICJ, જાણો કુલભૂષણ જાધવના કેસમાં અત્યાર સુધી શું થયું?

પાકિસ્તાનની જેલમાં કેદ ભારતના પૂર્વ નેવી અધિકારી કુલભુષણ જાધવના કેસ અંગે ધ હેગના પીસ પેલેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં બુધવારે સાંજે છ વાગ્યાની આસપાસ ચુકાદો આવશે. આ કેસ પર ભારત અને પાકિસ્તાન બન્ને દેશના નાગરીકોની નજર રહેશે કેમ કે ઘણા સમય બાદ ભારત અને પાકિસ્તાનનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચ્યો છે.

પાકિસ્તાને કુલભુષણ જાધવને જાસુસ ગણાવી ધરપકડ કરી લીધી હતી અને પાક. સૈન્ય કોર્ટે તેમને ફાંસીની સજા પણ સંભળાવી દીધી હતી. જો કે વર્ષ 2016થી આ કેસનો ઘટનાક્રમ કેવો રહ્યો છે. આવો જાણીએ કુલભૂષણ કેસની અતથી ઇતિ.

કુલભૂષણ કેસનો ઘટનાક્રમ

  • 3 માર્ચ – 2016

પાકે. ઇરાન સરહદેથી કરી કુલભૂષણ જાધવની ધરપકડ કરવામાં આવી હતી.ષડયંત્ર રચવા અને તોડફોડની ઘટનાઓને અંજામ આપવાનો આરોપ લગાવાયો તેમજ કુલભૂષણ જાધવનું ઇરાન સરહદેથી અપહરણ કરાયાનો ભારતનો આરોપ

  • 24 માર્ચ – 2016

કુલભૂષણ જાધવ રો એજન્ટ હોવાનો પાક. સેનાનો દાવો. ઇરાન સરહદ નજીક સરાવાંની પાસેથી કરાઇ ધરપકડ

  • 29 માર્ચ – 2016

પાકિસ્તાને કૂલભુષણ જાધવનો વીડિયો બહાર પાડ્યો. જાધવને કથિત રીતે માફી માગતો દેખાડાયો હતો. તેથી ભારતે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો કે જાધવના નિવેદન માટે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરાયો અને બળપૂર્વક નિવેદન લેવામાં આવ્યું છે.

  • એપ્રિલ – 2016

બલુચિસ્તાન સરકારે લગાવ્યો કથિત ષડયંત્ર રચવાનો આરોપ મુકાયો. જાધવ સામે નોંધાવી એફઆઇઆર

  • 7 ડિસેમ્બર – 2016

જાધવ સામે પુરતા પુરાવા ન હોવાનો સરતાજ અઝીઝનો એકરાર. જાધવ પરના ડોઝીયરને માત્ર એક નિવેદન ગણાવ્યું

  • 31 ડિસેમ્બર – 2017

પાકિસ્તાને જાધવ અંગેનું ડોઝિયર યુએન મહાસચિવને સાંપવાની વાત કહી

  • 3 માર્ચ – 2017

પાકિસ્તાનના વિદેશ પ્રધાન સરતાજ અઝીઝનો યુટર્ન માર્યો હતો. તેમજ વિદેશમંત્રીએ જાધવને કોઇ પણ સ્થિતિમાં ભારતને ન સાંપવાનો દાવો કર્યો હતો.

  • 10 એપ્રિલ – 2017

પાકિસ્તાની સૈન્ય કોર્ટે જાધવની ફાંસીની સજાનું એલાન કર્યુ. જાધવને જાસૂસી અને તોડફોડની પ્રવૃતિમાં દોષિત ઠેરવ્યો તેમજ
ભારતે ચુકાદાની નિંદા કરી હતી. પાકિસ્તાન હાઇકમિશનરને બોલાવીને વિરોધ નોંધાવ્યો

  • 26 એપ્રિલ – 2017

ભારતે પાકિસ્તાન પાસે વિયેના કરાર મુજબ કાઉન્સિલર એસેસની અપીલ કરી હતી. જો કે ભારતની અપીલ પાકિસ્તાને ઠુકરાવી દીધી હતી.

  • 8 મે, 2017

ભારતે યુએનમાં પાકિસ્તાન વિરૂદ્ધ વિયેના કરારનું પાલન કરતા ફરિયાદ કરી હતી.

  • 10 મે – 2017

ભારતે કુલભૂષણ જાધવના કેસને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકાર્યો હતો. તેમજ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી હતી.

  • 15 મે – 2017


આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવને ફાંસી ન આપવા નિર્દેશ આપ્યો હતો. પાક.ને વિએના સમજૂતીનો ભંગ ન કરવા જણાવ્યું

  • 29 મે –2017

પાકિસ્તાને પોતાની પાસે જાધવ વિરૂદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો

  • 22 જૂન – 2017

કુલભૂષણ જાધવે પાકિસ્તાની સૈન્ય ચીફ સમક્ષ દયા અરજી કરી

  • 2 જુલાઇ – 2017

જાધવને ડિપ્લોમેટ્સ મદદ આપવાની ભારતની અરજી પાકે. ફગાવી

  • 11 ઓકટોબર – 2017

પાકે. પક્ષ રજૂ કરવા એક પૂર્વ મુખ્ય ન્યાયધીશની પસંદગી કરી હતી.

  • 10 નવેમ્બર – 2017

જાધવની તેની માતા-પત્ની સાથે મુલાકાત કરાવવાની પાકે. કરી વાત

  • 8 ડિસેમ્બર –2017

જાધવની માતા અને પત્ની સાથે મુલાકાત માટે ૨૫ ડિસેમ્બરની તારીખ નક્કી

  • 20 ડિસેમ્બર – 2017

પાકિસ્તાન તરફથી જાધવના પરિવારજનો માટે વિઝા આપવામાં આવ્યા

  • 25 ડિસેમ્બર – 2017

કુલભૂષણ જાધવ સાથે તેની માતા અને પત્નીએ મુલાકાત કરી હતી. એક ભારતીય અધિકારી પણ હાજર રહ્યા હતાં.

  • 18 ફેબ્રુઆરી- 2018

ભારત અને પાકિસ્તાને કોર્ટમાં દલિલો રજૂ કરી હતી.

READ ALSO

Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

દેવાદાર પાકિસ્તાનમાં હવે કોરોના રોકવા અમેરિકા મોટા ભા બન્યું, ચીન છે કારણ

Ankita Trada

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!